Get The App

મધ્યપ્રદેશમાં ચોંકાવનારો બ્લાસ્ટ! મોબાઈલ ખિસ્સામાંથી ગરમ તેલમાં પડતા ભયંકર ધડાકો, એકનું મોત

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
મધ્યપ્રદેશમાં ચોંકાવનારો બ્લાસ્ટ! મોબાઈલ ખિસ્સામાંથી ગરમ તેલમાં પડતા ભયંકર ધડાકો, એકનું મોત 1 - image


Mobile Blast In Bhind, Madhya Pradesh : મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ચોંકાવનારા બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક પોતાના શર્ટના ખિસ્સામાં મોબાઈલ રાખીને ખાવાનું બનાવી રહ્યો હતો, આ દરમિયાન નીચે નમવાથી ગરમ તેલની કડાઈમાં મોબાઈલ પડતા ભયંકર ધડાકો થયો હતો. ધડાકો થતાં કડાઈનું ગરમ તેલ યુવકના શરીર પર પડતા દાઝી જવાથી તેનું મોત નીપજ્યું.

ટ્રાફિકજામ હોવાથી એમ્બ્યુલન્સ નીકળી શકી નહી

આ પછી યુવકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ લહર લઈ જવામાં આવ્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ માર્ગમાં વચ્ચે બ્રિજ પર ટ્રાફિકજામ હોવાથી એમ્બ્યુલન્સ પસાર થઈ શકી ન હતી અને અન્ય લાંબા માર્ગ પરથી જતી વખતે યુવકનું મોત નીપજ્યું હતું.

80 કિલોમીટર લાંબા રસ્તે ફરીને ગ્લાલિયર જવું પડ્યું

મળતી માહિતી પ્રમાણે, મૃતકનું નામ ચંદ્રપ્રકાશ હોવાનું જાણવા મળ્યું છે. યુવકને સારવાર માટે એમ્બ્યુલન્સમાં ગ્વાલિયર લઈ જઈ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં સેંવઢાની સિંધ નદી પર બનાવેલા બ્રિજ પર ભારે ટ્રાફિકજામ હતો. જેને લઈને એમ્બ્યુલન્સને થરેટ, ઈન્ટરગઢ, ડબરા થઈને આશરે 80 કિલોમીટર લાંબા રસ્તે ફરીને ગ્લાલિયર જવું પડ્યું હતું. જેથી હોસ્પિટલ પહોંચવામાં બે કલાકથી વધુ સમય વીતી ગયો હતો.

આ પણ વાંચો : VIDEO: ઈન્દોરમાં ફટાકડા મુદ્દે બબાલ, બે જૂથોનો સામસામે પથ્થરમારો, અનેક વાહનોને લગાવી આગ

યુવકના કાકાએ જણાવ્યું હતું કે, ચંદ્રપ્રકાશ તેની પત્ની અને બે બાળકોને છોડીને જતો રહ્યો. જેમાં એક 14 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો છે. જ્યારે આ ઘટના બની ત્યારે ચંદ્રપ્રકાશની પત્ની તેમની ભેંસને ઘાસ આપી રહી હતી અને તે તેને રસોઈ બનાવવામાં મદદ કરી રહ્યો હતો. સમગ્ર ઘટના મામલે લહાર પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News