mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વૃદ્ધનો વેશ ધારણ કરી કેનેડા જવાનો પ્રયાસ કરતો 24 વર્ષનો યુવાન પકડાયો, દિલ્હી એરપોર્ટની ઘટના

Updated: Jun 20th, 2024

વૃદ્ધનો વેશ ધારણ કરી કેનેડા જવાનો પ્રયાસ કરતો 24 વર્ષનો યુવાન પકડાયો, દિલ્હી એરપોર્ટની ઘટના 1 - image


Delhi Airport news | દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૨૪ વર્ષના વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈએસએફના જણાવ્યા અનુસાર, તેણે કથિત રીતે વૃદ્ધ વ્યકિતનો વેશ ધારણ કર્યો હતો. તે આ વેશમાં કેનેડામાં ઘુસવાની તૈયારીમાં હતો. 

સીઆઈએસએફના જણાવ્યા મુજબ, રંગેલી દાઢી સાથે કેનેડા જવાનો પ્રયાસ કરનાર ગુરસેવક સિંહને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3થી ઝડપી લેવામાં આવ્યો હતો. સુરક્ષા કર્મીઓને તેના પર શંકા જતાં તેને રોકવામાં આવ્યો હતો. આઈડી કાર્ડ માંગવામાં આવતા તેણે 67 વર્ષીય રશવિંદર સિંહ સહોતાના નામનો પાસપોર્ટ બતાવ્યો હતો.

અધિકારીના જણાવ્યા અનુુસાર, તેનો અવાજ, ઉંમર અને ત્વચા બનાવટી પાસપોર્ટમાં દર્શાવવામાં આવેલી ઉંમર કરતાં ઘણી નાની વ્યકિત હોવાનું માલૂમ પડયું હતું. 

તેને નજીકથી જોતા જ તેણે વાળ અને દાઢી રંગાવીને ખોટા ચશ્મા પહેર્યા હોવાની માહિતી મળી હતી. તેની ઉલટતપાસ બાદ પોતે 24 વર્ષીય ગુરસેવક સિંહ હોવાનું કબૂલ્યું હતું.

Gujarat