ચાઇનીઝ દોરીએ વધુ એક પરિવારનો છીનવ્યો આધાર, વારાણસીમાં બાઈક સવાર યુવાનનું મોત
Varanasi: ચાઈનીઝ દોરીએ વધુ એકનો ભોગ લીધો છે. વારાણસીના ચોકાઘાટ-લહરતારા ફ્લાયઓવર પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની લપેટમાં આવી જવાથી બાઈક સવાર યુવકનું મોત થઈ ગયું છે. બે અન્ય ઘટનાઓમાં વાહન સવાર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કજ્જાકપુરામાં રહેતા રાજેશ શર્માનો દીકરો વિવેક શર્માનું મામાનું ઘર લહરતારા છે. મંગળવારે નાનાની પુણ્યતિથિ હતી. તેમાં સામેલ થવા માટે માતા શ્યામા દેવી અને બહેન સોનમ સાથે જવા નીકળ્યો હતો બપોરે 2:30 વાગ્યે માતા અને બહેનને બાઇક પર લઈને મારા મામાના ઘરે જવા નીકળ્યો હતો.
દોરી ગળામાં ફસાઈ ગઈ
તે ચોકઘાટ ફ્લાયઓવર પર ચઢીને થોડા અંતરે પહોંચ્યો ત્યારે તેના પર ચાઈનીઝ દોરી પડી. દોરી તેના ગળામાં ફસાઈ ગઈ કારણ કે તેણે હેલ્મેટ નહોતું પહેર્યું. વિવેક કંઈ સમજે તે પહેલા તો દોરીએ તેનું ગળું કાપી નાખ્યું હતું. થોડે દૂર ગયા બાદ તે બાઈક સાથે ફ્લાયઓવર પર પડી ગયો. તેને લોહીથી લથપથ જોઈને માતા અને બહેનના હોશ ઉડી ગયા.
ચાઈનીઝ દોરીએ વધુ એક પરિવારનો આધાર છીનવી લીધો
તેમની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થતા કેટલાક લોકો થંભી ગયા. વિવેકને તાત્કાલિક ઉઠાવીને લહરતરા કેન્સર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તેની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેને BHUના ટ્રોમા સેન્ટરમાં રીફર કર્યો પરંતુ ત્યાં પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આમ ચાઈનીઝ દોરીએ વધુ એક પરિવારનો આધાર છીનવી લીધો છે.
આ પણ વાંચો: 24 વર્ષનો દીકરો હેવાન બન્યો, માતા અને 4 બહેનની કરી હત્યા, લખનઉની હોટેલમાં બની ઘટના
વધારે લોહી વહી જવાના કારણે મૃત્યુ થયું
આ ઘટનાથી પરિવારજનોમાં કોહરામ મચી ગયો છે. પિતા સહિત સંબંધીઓ અને પરિચિતો BHU પહોંચ્યા હતાં. તબીબોના જણાવ્યા અનુસાર તેને ચાઈનીઝ દોરીથી ગરદનમાં ગંભીર ઈજા પહોંચી હતી. વધારે લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. બીજી ઘટનામાં લેબ ઓપરેટર સજ્જન કુમાર ચાઈનીઝ દોરીથી જ ગંભીર રીતે ઘાયલ થયા હતા.