Get The App

પ્રેમિકાના પરિવારજનોથી બચવા પાકિસ્તાનથી યુવક ભારત ભાગી આવ્યો ?

અહેવાલ મુજબ સરહદ પરથી પકડાયેલા યુવકનું નામ જકસી કોલી છે.

આ ઘટના અંગે જાસુસી સંસ્થાઓ વધુ તપાસ કરે તેવી શકયતા છે.

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
પ્રેમિકાના પરિવારજનોથી બચવા પાકિસ્તાનથી યુવક ભારત ભાગી આવ્યો ? 1 - image


બાડમેર,૨૭ ઓગસ્ટ,૨૦૨૪,મંગળવાર 

રાજસ્થાનમાં એક અજીબો ગરીબ કિસ્સો બન્યો છે, બાડમેરમાં પાકિસ્તાન બોર્ડર પર બીએસએફ દ્વારા ૨૧ વર્ષના પાકિસ્તાની યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવકની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પ્રેમિકાના પરિવારથી ત્રાસીને આ પગલું ભર્યુ છે. તેનાથી બચવા માટે બોર્ડર ક્રોસ કરીને ઇન્ડિયા આવ્યો છું. સમાચાર એજન્સી પીટીઆઇના અહેવાલ અનુસાર સરહદ પરથી પકડાયેલા યુવકનું નામ જકસી કોલી છે. 

આ યુવાને બોર્ડર સિકયોરિટી ફોર્સ દ્વારા રાજસ્થાન પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર જકસી કોલી પાકિસ્તાનમાં આવેલા નગરપારકર જિલ્લામાં પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હતો પરંતુ પ્રેમિકાના પરિવારજનોએ તેના પર હુમલો કરતા ભાગી આવ્યો હતો. તેની પ્રેમિકાએ આપેલો એક સ્કાર્ફ હતો આ ર્સ્કાફ દ્વારા હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ સફળ થયો ન હતો. આરોપીની જાસુસીના એંગલથી પણ કડક પુછપરછ કરવામાં આવી રહી છે.આ ઘટના અંગે જાસુસી સંસ્થાઓ વધુ તપાસ કરે તેવી શકયતા છે. (ફાઇલ ઇમેજ)



Google NewsGoogle News