Get The App

યુપીના ગામમાં 70 મુસ્લિમ પરિવારોની પાંડે, દુબે, ઠાકુર, પટેલ જેવી અટક! એકતાનું પ્રતીક બન્યું

Updated: Dec 12th, 2024


Google News
Google News
યુપીના ગામમાં 70 મુસ્લિમ પરિવારોની પાંડે, દુબે, ઠાકુર, પટેલ જેવી અટક! એકતાનું પ્રતીક બન્યું 1 - image


A Symbol Of Hindu-Muslim Unity in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના એક ગામમાં 60થી 70 મુસ્લિમ પરિવાર એવા છે કે જેઓ પોતાના નામની સાથે હિન્દુ ઉપનામનો ઉપયોગ કરે છે. આ પરિવારોનો દાવો છે કે તેમના પૂર્વજો હિન્દુ હોવાથી તેઓ આવા નામ રાખી રહ્યા છે. 

હિન્દુ-મુસ્લિમ વચ્ચે એકતાના પ્રતીક તરીકે ગામની ભારે ચર્ચા

દેહરી નામના આ ગામમાં મુસ્લિમોના નામની પાછળ દુબે, ઠાકુર, પાંડે વગેરે લગાવવામાં આવે છે. કેટલાક લોકો આ નામોને હિન્દુ-મુસ્લિમ એકતાની દ્રષ્ટીએ પણ લઇ રહ્યા છે. જેમ કે આ ગામમાં રહેતા મુસ્લિમોમાં કેટલાકના નામ છે. નૌશાદ અહમદ દુબે, ઠાકુર ગુફરાન, ઈરશાદ અહમદ પાંડે, અબ્દુલ્લા દુબે વગેરે. અન્ય મુસ્લિમો કરતા અલગ પ્રકારના નામોને લઈને આ વિસ્તારમાં ભારે કુતુહલ પણ જોવા મળે છે. 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતમાં બૌદ્ધિક રીતે અક્ષમ બનેલી મહિલાનું વળતર 11 લાખથી 50 લાખ કર્યું


નૌશાદ અહમદ દુબેએ મીડિયાનેજણાવ્યું હતું કે, 'મારા પરિવારના લોકોએ વર્ષોથી ચૌધરી, સોલંકી, ત્યાગી, પટેલ, રાણા, સિકરવાર જેવી સરનેમનો ઉપયોગ કર્યો છે. આ નામોને લઈને કોઇએ પણ સવાલ નથી ઊઠાવ્યો. મે મારા નામની પાછળ શેખ નથી લગાવ્યું પરંતુ મારા સગા સંબંધીઓના નામની પાછળ શેખ લાગે છે. અમે શેખ સરનેમ નથી અપનાવી કેમ કે તે અરબી છે ભારતીય નથી.' 

તેમણે લધુમાં જણાવ્યું હતું કે, 'મારા પરિવારના વરિષ્ઠ સભ્યો ગામમાં પંડિતજીની સરનેમથી ઓળખાય છે. મારા પરદાદા મને કહેતા હતા કે લાલ બહાદુર દુબે આ ગામમાં આવ્યા હતા અને એક જમીદારી ખરીદી હતી. બાદમાં તેમણે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો.' 

'અમારા પૂર્વજો હિન્દુ હોવાથી અમે વર્ષોથી આ સરનેમ લગાવીએ છીએ, કોઈએ વિરોધ કર્યો નથી'

જો કે આ ગ્રામજનોનું કહેવુ છે કે, 'અમારા પૂર્વજો હિન્દુ હોવાથી અમે હિન્દુ સરનેમ રાખી રહ્યા છીએ પરંતુ અમને કોઇએ ધર્મ બદલવા માટે નથી કહ્યું ના અમારો ધર્મ પરિવર્તનનો કોઈ ઈરાદો છે.' શેખ અબ્દુલ્લા નામના વ્યક્તિએ નામની પાછળ દુબે ઉપનામ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 'મારા પૂર્વજ હિન્દુ હોવાથી મે તે જ નામ અપનાવ્યું છે.

યુપીના ગામમાં 70 મુસ્લિમ પરિવારોની પાંડે, દુબે, ઠાકુર, પટેલ જેવી અટક! એકતાનું પ્રતીક બન્યું 2 - image

Tags :
Uttar-PradeshMuslimsHindus

Google News
Google News