VIDEO: દારૂનો ગ્લાસ માથે મૂકીને નાચતા શિક્ષકનો વીડિયો વાયરલ, સસ્પેન્ડ કરાયા
Image: X
Teacher Video Viral: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક પાર્ટીમાં માથા પર દારૂનો ગ્લામ મૂકીને ડાન્સ કરનારા શિક્ષકને બીએસએએ સસ્પેન્ડ કરી દીધાં છે.
બીએસએએ કરી કાર્યવાહી
મલકપુર સ્થિત કમ્પોઝિટ સ્કૂલમાં તૈનાત શિક્ષક સુનીલ કુમારનો માથા પર દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલાની તપાસ બાદ બીએસએએ કાર્યવાહી કરી છે.
માથા પર દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરતાં નજર આવ્યા શિક્ષક
બે અઠવાડિયા પહેલા એક શિક્ષકનો દારૂ પાર્ટીમાં ગ્લાસ માથા પર મૂકીને ડાન્સ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે એક પાર્ટીમાં દારૂ પાર્ટી કરવા દરમિયાન માથા પર દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરી રહ્યાં હતાં. જેની અમુક લોકોએ ફરિયાદ બીએસએ રિતુ તોમરથી કરી હતી.
કમ્પોઝિટ સ્કૂલમાં તહેનાત છે શિક્ષક સુનીલ કુમાર
તપાસ બાદ સામે આવ્યું કે ગામ મલકપુર સ્થિત કમ્પોઝિટ સ્કૂલમાં તહેનાત શિક્ષક સુનીલ કુમાર એક પ્રાઈવેટ પાર્ટીમાં દારૂનો ગ્લાસ માથા પર મૂકીને ડાન્સ કરી રહ્યાં છે. જેને વિભાગે અનૈતિક અને શિક્ષકના સામાજિક ધર્મ વિરુદ્ધ માન્યો. બીએસએ રિતુ તોમરે જણાવ્યું કે તપાસ બાદ આરોપિત શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે.