જર્મનીના પ્રધાન અને પિયૂષ ગોયલ વચ્ચે ઉગ્ર ચર્ચાનો વીડિયો વાયરલ
- મેટ્રોમાં યાત્રા દરમિયાન ભારે મશીનોના વેચાણ મુદે ઉગ્ર ચર્ચા
- ભારતે હવે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરી દેવાના પિયૂષ ગોયલના નિવેદનથી જર્મન પ્રધાન સીટ પરથી ઉભા થઇ ગયા
નવી દિલ્હી : કેન્દ્રીય વાણિજય પ્રધાન પીયૂષ ગોયલ અને જર્મન ઇકોનોમી મિનિસ્ટર રોબર્ટ હેબેકની એક વીડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં ગોયલ જર્મન કંપનીથી ભારે મશીન ઉપકરણોના વેચાણ અને ખરીદ પ્રક્રિયા અંગે નારાજગી વ્યકત કરતા દેખાઇ રહ્યાં છે.
બંને નેતાઓ વચ્ચે આ ઉગ્ર વાતચીત એ સમયે થઇ જ્યારે બંને મેટ્રોમાં યાત્રા કરી રહ્યાં હતાં. જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્સના નેતૃત્ત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગયા સપ્તાહમાં ભારત આવ્યું હતું. જેમાં હૈબેક પણ સામેલ હતાં.
પીયુષ ગોયલે જર્મન અર્થવ્યવસ્થા મંત્રીને જણાવ્યું હતું કે ચીન જર્ન કંપનીને ભારતમાં ભારે મશીનરીનું સપ્લાય કરવાથી રોકી રહ્યુ છે કારણકે જર્મન કંપની ત્યાં પોતાના પ્રોડક્ટ બનાવે છે.
ગોયલે મેટ્રો યાત્રા દરમિયાન હૈબેકને જણાવ્યું હતું કે તમારી જર્મન કંપની અમને બોરિંગ મશીનો ઉપલબ્ધ કરાવી રહી છે જેને તે ચીનમાં બનાવે છે. જોે કે ચીન તેને ભારતમાં વેચવાની મંજૂરી આપી રહ્યું નથી.
અમે હવે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરી દેવું જોઇએ. આ સાંભળી હૈબેક પોતાની સીટ પરથી ઉભા થઇ જાય છે. પીયુષ ગોયલે ડેરી સેક્ટર પર જે કડક વલણ અપનાવ્યું તેની પણ ભારે ચર્ચા થઇ રહી છે.
ગોયલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો યુરોપિયન યુનિયન ડેરી સેક્ટર ખોલવા પર ભાર મૂકે છે તો કોઇ સમજૂતી કરવામાં આવશે નહીં.