ઓડિશામાં આર્ટિસ્ટોનું અનોખું ગામ, ૫ મી સદીની પટ્ટચિત્ર કળા સાચવી રાખી છે

ઓડિશાના રઘુરાજપુર ગામના લોકોએ ૫ મી સદીની પટ્ટચિત્ર કળા સાચવી છે

નાનામાં નાની દિવાલો અને ખૂણો પણ ચિત્રોથી ભરેલા રહે છે

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
ઓડિશામાં આર્ટિસ્ટોનું અનોખું ગામ, ૫ મી સદીની પટ્ટચિત્ર કળા સાચવી રાખી છે 1 - image

 

ભુવનેશ્વર, 6 જુલાઇ, 2024, શનિવાર

ભારત વિવિધ પ્રકારની કળા અને સંસ્કૃતિનો દેશ છે. આમ તો દરેક ગામ અને શહેરમાં કળાના કેટલાક કસબીઓ હોય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ઓડિશા રાજયના ભુવનેશ્વરથી ૧૫  કિમી દૂર આવેલા રઘુરાજપુર ગામના લોકોએ પ મી સદીથી પટ્ટચિત્ર કળા સાચવી રાખી છે. આ ગામનો દરેક નાગરિક પટ્ટચિત્ર કળામાં નિપૂણ છે. ઘરે ઘરે આ પરંપરાગત કળાના સર્જકો રહેતા હોવાથી ગામને પેઇન્ટર્સ વિલેજ તરીકેની ઓળખ મળી છે. નેશનલ હાઇવે -૩૧૬ પાસે આવેલા ચંદનપુરથી ૧.૫૦ કિમી અંદર આવેલું છે. ગામમાં આંતર માળખાકિય સુવિધાઓ પુરતી નથી પરંતુ પોતાના કસબના લીધે જ દુનિયાના નકશા પર બિરાજવા સક્ષમ છે. 

ઓડિશામાં આર્ટિસ્ટોનું અનોખું ગામ, ૫ મી સદીની પટ્ટચિત્ર કળા સાચવી રાખી છે 2 - image

કાપડ પર દોરવામાં આવતી પ્રાચીન પટ્ટચિત્ર કળાના પટ્ટ ઠેર ઠેર લટકતા જોવા મળે છે. પટ્ટચિત્રોના પટ્ટા તરીકે ઓળખાતા કાપડના ટુકડા અથવા સૂકા તાડના પાન પર બનાવવામાં આવે છે. જે પ્રથમ તો ચોક અને ગમના મિશ્રણથી દોરવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી સપાટી પર વિવિધ દેવી -દેવતાઓના રંગબેરંગી કલાત્મક ચિત્રો,ફૂલો,વૃક્ષો અને પ્રાણીઓ સાથેના પૌરાણિક દ્વષ્યો દોરવામાં આવે છે.

પટ્ટચિત્રોમાં ભગવાન જગન્નાથ સહિતના અનેક દેવી દેવતાઓની પૌરાણિક ચિત્ર વાર્તાઓ અવશ્ય જોવા મળે છે. મથુરા વિજય, કૃષ્ણની રાસલીલા અને રામનો રાજયાભિષેક જેવા સેંકડો પ્રસંગોનો પણ સમાવેશ થાય છે. પેઇન્ટિંગ્સ જોઇને જ આખો પ્રસંગ કે કહાની તરત જ સમજાઇ જાય છે. આ કલાકારોના કેનવાસ કોઇ સામાન્ય કેનવાસ હોતા નથી. કોકોનટ ટ્રીની લાકડીમાંથી બનાવવામાં આવે છે, આ પટ્ટીઓના અણીદાર ભાગથી ચિત્રો બનાવે છે. ચિત્રોમાં રંગો ભરવા માટે ફૂલ અને પાનમાંથી મળતા કુદરતી રંગોનો જ ઉપયોગ કરે છે. 

ઓડિશામાં આર્ટિસ્ટોનું અનોખું ગામ, ૫ મી સદીની પટ્ટચિત્ર કળા સાચવી રાખી છે 3 - image

ગામના કસબીઓ સવારથી માંડીને સાંજ સુધી ખૂબજ ચીવટ અને ખંતથી ચિત્રો દોરવામાં લાગી જાય છે.૩૦૦થી વધુ કલાકારોના ઘર જાણને કે સાક્ષાત ચિત્રકળાના મંદિર હોય તેવા જણાય છે. જોનારને  સ્વચ્છ અને સુઘડ ગામ ઓપન આર્ટ ગેલેરી જેવું લાગે છે. ઘરમાં દરેક કલાકાર પોતાની કળા માટે એક ખૂણો કે રુમ અલાયદો રાખે છે જે નાનકડા આર્ટ મ્યુઝિયમની પ્રતિકૃતિ જેવું લાગે છે.

દરેક ઘરની નાનામાં નાની દિવાલો અને ખૂણો પણ ચિત્રોથી ભરેલા રહે છે. ઠેરઠેર જોવા મળતી કલાકૃતિઓ અને રંગબેરંગી ડિઝાઇનો મન મોહી લે છે. ૧૨૦ ઘરોની બે શેરીઓ છે જે સૌથી વધુ ભીંતચિત્રોથી શણગારવામાં આવી છે. ચિત્રકારો ભીંતો પર પટ્ટચિત્ર કળાની પ્રેકટિસ પણ કરે છે. ગામ લોકો માટે કલાએ માત્ર આજીવિકાનું જ સ્વરુપ નથી પરંતુ તેમના લોહીમાં છે. 

ઓડિશામાં આર્ટિસ્ટોનું અનોખું ગામ, ૫ મી સદીની પટ્ટચિત્ર કળા સાચવી રાખી છે 4 - image

આ કલાત્મક જીવનશૈલીનો પરીચય મેળવવા કસબીઓ બહારથી જોવા સમજવા અને અભ્યાસ માટે આવે છે. પટ્ટચિત્રમાં દરેક વ્યકિત માહિર છે આ ઉપરાંત પામલીફ કોતરણી, લાકડાના રમકડા, પથ્થરની કોતરણી અને નકશીકામ પણ જાણે છે. સૌથી મોટી વાત તો એ છે કે આધુનિક સમયમાં પણ પોતાની કળાથી હતાશ કે નિરાશ નથી. કલાકારો પોતાના સંતાનોને પણ વારસામાં શીખવતા જાય છે.

આ ગામના લોકો ગોટીપુઆ નામના એક ફોક ડાન્સ માટે પણ જાણીતા છે. જે ઓડિશી નૃત્યુનું પ્રારંભિક સ્વરુપ ગણાય છે. અહીંના કેટલાક કલાકારો લોક નૃત્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરી ચૂકયા છે. રઘુરાજપુરને ૨૦૦૦માં હેરિટેજ એટલે કે વિરાસત ગામ તરીકે માન્યતા મળી હતી. આ ભારતનું આ એક માત્ર ગામ જે ઓલ આર્ટિસ્ટ વિલેજ હોવાનું ગૌરવ ધરાવે છે.  ભારતનું આર્ટિસ્ટ   


Google NewsGoogle News