રાજસ્થાનમાં એક અનોખું મંદિર જ્યાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો પૂજા કરે છે
- જ્યાં સાપ કરડતા મોંથી ઝેર ચુસાય છે.
નવી દિલ્હી,તા.9 ડિસેમ્બર 2022,શુક્રવાર
મંદિર વિશે અલગ-અલગ માન્યતાઓ છે. જેમાં આ મંદિરની બીજી ખાસ વાત એ છે કે અહીં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો પૂજા કરે છે. આ મંદિર રાજસ્થાનમાં નાગૌરમાં આવેલું છે. નાગૌરના બુધી ગામમાં કેસરિયા કંવરજીનું મંદિર છે. આ મંદિર 1200 ઈ.સ.ની આસપાસ બનાવવામાં આવ્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર, જો કોઈ વ્યક્તિને સાપ કરડે છે, તો અહીંના પૂજારી સાપનું ઝેર ચૂસી લે છે.
ખાસ તો આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતા માટે પ્રખ્યાત છે. દેશભરમાં આવા અનેક ધાર્મિક સ્થળો છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો સાથે મળીને પૂજા કરે છે. ચતુરદાસનું મંદિર, બુટી ધામ, રામદેવરા મંદિર પોખરણ જેસલમેર રાજસ્થાનમાં જ છે. આ સાથે નાગૌરમાં કેસરિયા કંવરનું નાનું મંદિર છે. જે હિંદુ અને મુસ્લિમ બંને સમાજની એકતાનો દાખલો બેસાડે છે.
કેસરિયા કંવર રાજસ્થાનના લોક દેવતા છે, જે ગોગાજીના પુત્ર છે. તેમને સાપના દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. આ સાથે તેમને ઘોડા બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. બુધી ગામ નાગૌર જિલ્લાના મુખ્ય મથકથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગામમાં સાપ કરડવા પર દર્દીને હોસ્પિટલ લઈ જવાને બદલે કેસરિયા કંવરજી મંદિરે લઈ જવામાં આવે છે. જ્યાં પૂજારી દ્વારા પીડિતના શરીરમાંથી ઝેર કાઢવા માટે મંત્રોચ્ચાર કરવામાં આવે છે અને મંત્રોચ્ચાર દ્વારા ઝેરને મોંમાંથી ચૂસીને બહાર કાઢવામાં આવે છે. પૂજારી ભંવરસિંહ કહે છે કે ઝેર કાઢતી વખતે તેમના શરીરમાં ઝેરની કોઈ અસર થતી નથી.