Get The App

ઉત્તરપ્રદેશના ગામનું અનોખું મંદિર, માનતા પુરી કરવા ભકતો ચડાવે છે ઘડિયાળ

રીલેજીયસ એસેસરીઝમાં દરેક દૂકાનવાળા ઘડિયાળો રાખે છે

બાબા ખૂશ થઇને સારો સમય લાવે છે એવી માન્યતા ધરાવે છે.

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News


ઉત્તરપ્રદેશના ગામનું અનોખું મંદિર, માનતા પુરી કરવા ભકતો ચડાવે છે ઘડિયાળ 1 - image

નવી દિલ્હી,5 ઓકટોબર,2024,શનિવાર 

સામાન્ય રીતે લોકો ભગવાનને ખૂશ કરવા માટે પ્રસાદ અને નારીયેળ ભેટ ચડાવે છે પરંતુ ઉત્તરપ્રદેશના જોનપુરમાં એક બાબાના મંદિરમાં લોકો પ્રસાદમાં ઘડિયાળ ચડાવે છે આથી તેમને ઘડિયાળવાળા બાબા તરીકે ઓળખવામાં આવે છે. આ દેવસ્થાન પર ઘડિયાળ ચડાવવાની પરંપરા 35 વર્ષ જુની છે.સૌ પ્રથમ ડ્રાઇવરે ઘડિયાળ ચડાવીને માનતા પુરી હતી ત્યારથી તેની શરુઆત થઇ છે.

તેને પોતે ટ્રક ચલાવવાનું શીખી જશે તો ઘડિયાળ ચડાવશે એવી બાધા રાખી હતી. આથી આ મંદિરમાં ઘડિયાળ ચડાવવીએ પરંપરા બની ગઇ છે.જિલ્લા મથકથી  30  કીમી દૂર આવેલા મડિયાહુ તાલુકામાં જગરનાથ ગામમાં બ્રહ્મબાબાનું મંદિર છે. પ્રાચિન સમયથી ગામના લોકો માટે આ સ્થળ શ્રધ્ધા અને ભકિતનું કેન્દ્ર રહયું છે. આજે જેટલા પણ લોકો માનતા માને છે તે મંદિરની દિવાલ પર ઘડિયાળ અચૂક ચડાવે છે.

ઉત્તરપ્રદેશના ગામનું અનોખું મંદિર, માનતા પુરી કરવા ભકતો ચડાવે છે ઘડિયાળ 2 - image

ઘડિયાળ અર્પણ કરવાથી બાબા ખૂશ થઇને સારો સમય લાવે છે એવી માન્યતા ધરાવે છે. ઘડિયાળએ સમયનું પ્રતિક હોવાથી ઘડિયાળ ચડાવવાથી બાબા ખૂશ થાય છે અને માણસના જીવનમાં સારો સમય આવે છે. આ સ્થળને ઘડિયાળવાળા બાબા તરીકે પણ જાણીતું બન્યું છે. આ મંદિરની આસપાસ રીલેજીયસ એસેસરીઝમાં દરેક દૂકાનવાળા ઘડિયાળો રાખે છે. ઘડિયાળો લઇને બાબાના ચરણોમાં અર્પણ કરે ત્યારે ઘડિયાળોનો એટલો ઢગલો થયો છે કે તેનો નિકાલ કયાં કરવો એ જ મોટો પ્રશ્ન થઇ પડયો છે.



Google NewsGoogle News