દેશના આ રાજ્યમાં અનોખુ રેલવે સ્ટેશન, જ્યાં 2 જિલ્લામાં ઊભી રહે છે 1 ટ્રેન!
લખનૌ, તા. 28 નવેમ્બર 2022 સોમવાર
ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે. આમ તો ટ્રેનના રોકાણ માટે દેશમાં હજારો રેલવે સ્ટેશન છે પરંતુ ઉત્તર પ્રદેશનું એવુ અનોખુ રેલવે સ્ટેશન જેનું પ્લેટફોર્મ બે જિલ્લાની સરહદો પર આવે છે. જ્યારે ટ્રેન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભેલી હોય છે તો તેનો અડધો ભાગ એક જિલ્લામાં હોય છે તો બીજો ભાગ જિલ્લાના સરહદ વિસ્તારમાં રહે છે. દેશનું આ ત્રીજુ અનોખુ રેલવે સ્ટેશન છે, જેનું પ્લેટફોર્મ બે અલગ-અલગ જિલ્લાની સરહદ અંતર્ગત આવે છે.
દેશનું આ અનોખુ રેલવે સ્ટેશન ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં છે. દિલ્હી-હાવડા રેલવે રૂટ વાયા કાનપુર દેહાત જિલ્લામાં ઔરૈયા અને કાનપુર દેહાત જિલ્લાની વચ્ચે બોર્ડર પર સ્થિત કંચોસી રેલવે સ્ટેશન છે, જે સ્ટેશન પર એક જ સમયે ઉભી રહેતી અડધી ટ્રેન કાનપુર દેહાત અને અડધી ટ્રેન ઔરૈયા જિલ્લામાં ઉભી રહે છે. જોકે, કંચૌસી રેલવે સ્ટેશન ઓફિસ કાનપુર દેહાત જિલ્લાની સરહદ વિસ્તારમાં છે, પરંતુ આના પ્લેટફોર્મ કાનપુર દેહાત અને ઔરૈયા જિલ્લાની સરહદ ક્ષેત્રે આવે છે.