Get The App

નશેડી વાહનચાલકોને ચુનાની લાઇન દોરીને ચલાવવાનો અનોખો પોલીસ પ્રયોગ

પોલીસની આ જુદા જ પ્રકારની કાર્યવાહીથી રાહદારીઓને નવાઇ લાગી

બ્રીથ એનલાઇઝર નહી હોવાથી પોલીસે આવો દેશી જુગાડ અપનાવ્યો

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
નશેડી વાહનચાલકોને ચુનાની લાઇન દોરીને ચલાવવાનો અનોખો પોલીસ પ્રયોગ 1 - image


ભોપાલ,૧૮ નવેમ્બર,૨૦૨૪,સોમવાર 

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં પોલીસે શરાબ પીનારાને પારખવા એક અનોખો પ્રયોગ કર્યો જે ચર્ચામાં છે. સામાન્ય રીતે પોલીસ નશેડીને ઓળખવા નજીક જઇને સુંઘતી હોય છે અથવા તો બ્રીથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરતી હોય છે પરંતુ રતલામ પોલીસે રસ્તા પર ચુનાથી લાઇન દોરીને તેના પર સિધા ચલાવાનો પ્રયોગ અજમાવ્યો હતો. ચુનાની લાઇનમાં જો કોઇ ડગમગ થાયતો નશો કર્યો છે એમ માનીને પોલીસે કાર્યવાહી પણ કરી હતી. 

રતલામ પોલીસના અનોખા પ્રયોગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લામાં શરાબ પીને વાહન ડ્રાઇવ કરવાની ઘટનાઓ વધતી જતી હોવાથી તેને રોકવા માટે આ તરીકો અજમાવ્યો હતો. વાહન ચેકિંગ દરમિયાન નશો કર્યો હોવાની શંકા જતા ડ્રોપિંગ ટેસ્ટના સ્થાને ચુનાની લાઇન દોરીને ચેકિંગ કરવાની ફરજ પડી હતી.પોલીસની આ જુદા જ પ્રકારની કાર્યવાહીથી રાહદારીઓને નવાઇ લાગી હતી. 

નશેડી વાહનચાલકોને ચુનાની લાઇન દોરીને ચલાવવાનો અનોખો પોલીસ પ્રયોગ 2 - image

નશો કરીને વાહન ચલાવનારાને આવી રીતે દંડવાની અને પકડવાની સ્ટાઇલને સ્થાનિક લોકોએ આવકાર આપ્યો હતો. ચુનાની લાઇનમાં સીધા ચાલેતો ડ્રાઇવિંગ પણ સ્ટેટ અને સલામત કરી શકે. જો બરાબર ચાલી જ ના શકે અને લથડિયા ખાવા માંડે તો નશો કર્યો હોવાનું આપોઆપ પુરવાર થઇ જાય છે. આ સાથે જ લોકોને વાહન ચલાવતી વખતે નશો નહી કરવાનો મેસેજ આપવામાં આવ્યો છે. જો કે કેટલાકે એવી શંકા વ્યકત કરી હતી કે પોલીસ પાસે બ્રીથ એનલાઇઝર નહી હોવાથી આવો દેશી જુગાડ અપનાવ્યો છે. 


Google NewsGoogle News