Get The App

ભારતીય ક્રિકેટ ટીમ સતત જીતતી રહે તેના પ્રતિક સમાન 45 ફૂટનું અનોખું બેટ

આ બેટની સ્થાપના સમયે ક્રિકેટર અજીત વાડેકર હાજર હતા

1971માં ઇગ્લેન્ડની ટીમને ઇગ્લેન્જમાં જ પરાજય આપ્યો હતો

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
ભારતીય ક્રિકેટ ટીમ સતત જીતતી રહે તેના પ્રતિક સમાન 45 ફૂટનું અનોખું બેટ 1 - image


ઇન્દોર, 18 નવેમ્બર,2023,શનિવાર 

ભારતની ક્રિકેટ ટીમનો આજે દુનિયામાં ડંકો વાગે છે પરંતુ ૧૯૭૧માં પહેલીવાર ઇગ્લેન્ડની ટીમને ઇગ્લેન્ડમાં જ પરાજય આપીને ટેસ્ટ મેચ જીતી હતી. તે ક્ષણોને જુની પેઢીના ક્રિકેટ રસિયાઓ આજે પણ યાદ છે. ટીમ ઇન્ડિયાની જીત થતા આખા દેશમાં ઉત્સવ જેવો માહોલ જામ્યો હતો. આ સમયે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના ઝુ પાસેના નવલખામાં ૨૫ ફૂટ ઉંચા એક બેટને સ્થાપિત કરવામાં આવ્યું હતું.

આ બેટ પર બધા જ ખેલાડીઓના નામ અને હસ્તાક્ષરની સાથે ભારતની ટીમ સતત જીતતી રહે તેવી શુભેચ્છા લખવામાં આવી હતી. આ બેટની સ્થાપના સમયે ક્રિકેટર અજીત વાડેકર હાજર હતા.બન્યું એવું કે ૨૦૦૯માં નવલખા વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરના લીધે આ વીજયી બેટને ખસેડવાની ફરજ પડી હતી. આ બેટના સ્થાને નેહરુ સ્ટેડિયમમાં ૪૫ ફૂટ લાંબા બેટને સ્થાપવામાં આવ્યું હતું. ૪૫ ફૂટનું આ અનોખું બેટ ભારતીય ટીમ સતત જીતતી રહે અને આગળ વધતી રહે તેના પ્રતિક સમાન છે.


Google NewsGoogle News