Get The App

યુકો બેંકના ગ્રાહકોના ખાતામાં અચાનક કુલ રૂ. 820 કરોડ જમા

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
યુકો બેંકના ગ્રાહકોના ખાતામાં અચાનક કુલ રૂ. 820 કરોડ જમા 1 - image


- સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી તપાસ હાથ ધરી

- 10 થી 13 નવેમ્બર દરમિયાન 41000 ગ્રાહકોના બેંક ખાતાઓમાં કુલ રૂ. 820 કરોડ જમા થયા 

- કોલકાતા, મેંગલોર સહિતના શહેરોમાં 13 સ્થળોએ સીબીઆઇના દરોડા : કેટલાક ખાતાધારકોએ રકમ ઉપાડી પણ લીધી

નવી દિલ્હી : ૪૧૦૦૦થી વધુ યુકો બેંકના ગ્રાહકોના ખાતામાં ૧૦-૧૩ નવેમ્બર દરમિયાન   કુલ ૮૨૦ કરોડ રૂપિયાની વિભિન્ન રકમ અચાનક જમા થઇ જતાં સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે મંગળવાર સુધી ચાલી રહેલા ઓપરેશન હેઠળ કોલકાતા અને મેંગલોર સહિતના શહેરોમાં કુલ ૧૩ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં.

અધિકારીઓેએ જણાવ્યું હતું કે ખાનગી બેંકોના ૧૪૦૦૦ ખાતાધારકેોથી ૮.૫૩ લાખ ઇમિજિએટ પેમેન્ટ સર્વિસ (આઇએમપીએસ) લેવડદેવડના માધ્યમથી યુકો બેંકના ખાતાધારકોમાં પૈસા પહોંચી ગયા હતાં.

તેમણે જણાવ્યું હતું કે આશ્ચર્યની વાત એ છે કે મૂળ બેંક ખાતાઓમાંથી કોઇ પણ રકમ ડેબિટ થઇ ન હતી.  અનેક ખાતાધારકોએ પોતાના ખાતામાંથી આ રકમ ઉપાડી લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે યુકો બેંક દ્વારા લગભગ ૮૨૦ કરોડ રૂપિયાની શંકાસ્પદ આઇએમપીએસ લેવડદેવડના આરોપમાં તેમની સાથે કામ કરનારા બે સહાયક એન્જિનિયરો અને અન્ય અજ્ઞાાત વ્યકિતઓની વિરુદ્ધ ફરિયાદની સાથે સીબીઆઇનો સંપર્ક કરવામાં આવતા સીબીઆઇએ આ કેસમાં એફઆઇઆર દાખલ કરી હતી.

સીબીઆઇ પ્રવક્તાએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મોબાઇલ ફોન, લેપટોપ,  કોમ્પ્યુટર સિસ્ટમ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સહિતના ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતાં.


Google NewsGoogle News