Get The App

જમ્મુ કાશ્મીરમાં કોન્સ્ટેબલની 4,002 જગ્યા માટે કુલ 5.59 લાખ ઉમેદવારો

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
જમ્મુ કાશ્મીરમાં કોન્સ્ટેબલની 4,002 જગ્યા માટે કુલ 5.59 લાખ ઉમેદવારો 1 - image


- સૌથી વધુ ઉમેદવારો જમ્મુ જિલ્લામાંથી  

- પરીક્ષા ત્રણ ભાગમાં લેવાશેઃ અનેક સંગઠનોનું વયમર્યાદામાં છૂટછાટની માંગણી સાથે વિરોધ પ્રદર્શન 

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં પોલીસ કોન્સ્ટેબલની ૪,૦૦૨ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં, કુલ ૫.૫૯ લાખ નોકરી ઈચ્છુકોએ અરજી કરી છે. આ માહિતી અધિકારીએ શનિવારે આપી હતી. આ માટેની પરીક્ષા રવિવારના રોજ લેવામાં આવશે. બીજી તરફ, ઘણા યુવકોએ પરીક્ષા વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ઉંમરમાં છૂટછાટની સાથે પરીક્ષાને પાછળ ઠેલવાની માંગ કરી હતી. 

જમ્મુ કાશ્મીર સર્વિસિસ સિલેક્શન રિક્રૂટમેન્ટ બોર્ડના વડાએ જણાવ્યું કે, ડિસેમ્બર ૧, ડિસેમ્બર ૮ અને ડિસેમ્બર ૨૨ના રોજ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં, કુલ ૫,૫૯,૧૩૫ ઉમેદવારો ભાગ લેશે.

૧ ડિસેમ્બરના રોજ યોજાનારી કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ, આર્મ્ડ, એસડીઆરએફ)ની જગ્યાઓ માટે ૨૦ જિલ્લાના ૮૫૬ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે, જેમાં ૨,૬૨,૮૬૩ ઉમેદવારો હાજર રહેવાના છે.  જેમાં, ખાલી જમ્મુ જિલ્લામાંથી ૫૪,૨૯૬ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. 

જ્યારે, ડિસેમ્બર ૮ના રોજ કોન્સ્ટેબલ- ટેલિકમ્યુનિકેશન્સ માટે ૧,૬૭,૬૦૯ અને ડિસેમ્બર ૨૨ના રોજ કોન્સ્ટેબલ ફોટોગ્રાફર માટે ૧,૨૮,૬૬૩ ઉમેદવારો પરીક્ષા આપશે. પહેલી વખત દરેક કેન્દ્ર પર ફીસ્કિંગ સુપરવાઈઝર તરીકે પુરુષ અને સ્ત્રી ગેઝેટેડ અધિકારીઓને તેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક્ઝામ કેન્દ્રોની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. 

કોન્સ્ટેબલ અને સબ-ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે વય છૂટછાટની માંગણી સાથે સામાજિક સંગંઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 તેમણે કોન્સ્ટેબલની પરીક્ષાને ફરીથી શિડયુલ કરવાની માંગ કરી હતી. સર્વિસિસ સિલેક્શન રિક્રૂટમેન્ટ બોર્ડે જમ્મુ કાશ્મીર પોલીસ વિભાગમાં ૬૬૯ સબ-ઈન્સ્પેક્ટરોની ભરતી માટે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં, અરજી પ્રક્રિયા ૩ ડિસેમ્બરથી શરૂ થશે અને ૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ પૂર્ણ થશે. 


Google NewsGoogle News