Get The App

કાનપુરમાં હોસ્ટેલમાં રહીને PhDનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં ખળભળાટ, સ્યુસાઈડ નોટ મળી

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
કાનપુરમાં હોસ્ટેલમાં રહીને PhDનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં ખળભળાટ, સ્યુસાઈડ નોટ મળી 1 - image


Image: Wikipedia

Suicide Case in IIT Kanpur: આઈઆઈટી કાનપુરની પીએચડી વિદ્યાર્થિનીનો હોસ્ટેલમાં શંકાસ્પદ હાલતમાં મોતનો મામલો સામે આવ્યો છે. તે અર્થ સાયન્સમાં પીએચડીના અંતિમ વર્ષનો અભ્યાસ કરી રહી હતી. 28 વર્ષની મૃતક પ્રગતિ ખરયાના પિતા ગોવિંદ ખરયા સનિગવાંના સજારી વિસ્તારના રહેવાસી છે. પોલીસને મૃતકના રૂમમાંથી સુસાઈડ નોટ મળી છે. જેમાં મોત માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. માહિતી મળવા પર કલ્યાણપુર પોલીસ સ્ટેશનની તરફથી ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા.

સુસાઈડ નોટમાં લખ્યું...

પીએચડી વિદ્યાર્થિની પ્રગતિએ મૃત્યુ પહેલા એક સુસાઈડ નોટ લખી. જેમાં તેણે લખ્યું કે હું પોતાની મોતની પોતે જવાબદાર છુ. આ માટે કોઈ દોષિત નથી. તેણે પોતાના મિત્રો માટે લખ્યું કે તમે લોકોએ મારી ખૂબ મદદ કરી, આભાર.

તે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી હતી

મૂળ ઉરઈના રહેવાસી ગોવિંદ ખરયા વર્તમાનમાં સનિગવાં સજારીમાં રહે છે. તે જ્વેલર્સની દુકાનમાં સ્ટોક મેનેજર તરીકે નોકરી કરે છે. શહેરમાં મકાન હોવા છતાં મૃતક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ગુરુવારે સવારે જ્યારે હોસ્ટેલનો રૂમ ખુલ્યો નહીં તો તેના મિત્રોએ જાણકારી આપી. તે બાદ રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. અહીં પ્રગતિનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો. આ જોઈને વિદ્યાર્થિનીઓમાં હોબાળો મચી ગયો. ઘટનાની જાણકારી મળવા પર મૃતકના પિતા અને અન્ય પરિવારજનો પણ અફરાતફરીમાં પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા.

પોસ્ટમોર્ટમ હાઉસમાં રડતા રહ્યા પરિજન

પ્રગતિ ત્રણ ભાઈઓમાં એકમાત્ર બહેન હતી. મોટો ભાઈ સત્યમ એચડીએફસી બેન્કમાં નોકરી કરે છે. બીજો ભાઈ એનટીપીસીમાં એન્જિનિયર છે. ત્રીજો સુંદરમ ઈન્ફોસિસ કંપનીમાં એન્જિનિયર છે. પિતા ગોવિંદ, માતા સંગીતા, કાકા ગોપાલદાસ અને અન્ય પરિજન પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા. અહીં પોસ્ટમોર્ટમ હાઉસમાં પુત્રીનો મૃતદેહ જોતાં જ તેઓ રડવા લાગ્યા. પિતા ગોવિંદ રડતા-રડતા કહી રહ્યાં હતાં કે 'મારી પુત્રી મદદ કરવા માટે હંમેશા આગળ રહેતી હતી. તેણે ઘર બનાવવા માટે રૂપિયા પણ આપ્યા હતા.'

પ્રગતિ બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતી

પ્રગતિના પિતા ગોવિંદે જણાવ્યું કે 'મારી પુત્રી બાળપણથી ભણવામાં હોશિયાર હતી. તેણે હંસરાજ કોલેજ દિલ્હીથી બીએસસી, બુંદેલખંડ યુનિવર્સિટી ઝાંસીથી એમએસસી કર્યું. હવે તે આઈઆઈટી કાનપુરથી પીએચડી કરી રહી હતી. પિતા રડતાં-રડતાં એ કહેતા રહ્યાં કે મારી પુત્રીએ આવું પગલું કેમ ભર્યું. તે શરૂઆતથી જ બહાદુર હતી. તે પોતાના મોટા ભાઈ સત્યમને બધું જ જણાવતી હતી.'

આ એક વર્ષમાં પરિસરમાં આત્મહત્યાનો ચોથો શંકાસ્પદ મામલો

18 જાન્યુઆરીએ કેમિકલ એન્જિનિયરીંગની 29 વર્ષીય પીએચડી વિદ્યાર્થિની પ્રિયંકા જયસ્વાલે પોતાના હોસ્ટેલના રૂમમાં અંદરથી બંધ હોવા બાદ કથિતરીતે આત્મહત્યા કરી લીધી. તે બાદ 11 જાન્યુઆરીએ એમ.ટેક બીજા વર્ષના વિદ્યાર્થી વિકાસ કુમાર મીના (31) એ આઈઆઈટી, કાનપુરમાં પોતાના હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. તે બાદ 19 ડિસેમ્બરે પોસ્ટ ડોક્ટરલ સંશોધનકર્તા પલ્લવી ચિલકા (34) એ પરિસરમાં બીજા માળ પર સ્થિત પોતાના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.


Google NewsGoogle News