Get The App

દિલ્હીમાં કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં બે વિદ્યાર્થિનીના મોત, હજુ રેકસ્યુ ઓપરેશન ચાલુ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
Delhi


Water Filled Basement Of Delhi IAS Coaching Center : દિલ્હીમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભારીમાત્રામાં પાણી ભરાયા છે, ત્યારે દિલ્હીના રાજેન્દ્રનગર ખાતે આવેલા રાવ IAS એકેડમીના બેઝમેન્ટમાં પાણી ભરાતા બે વિદ્યાર્થિનીના ડૂબવાથી મોત નીપજ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, બેઝમેન્ટમાં પાણી ભરાયું હોવાથી તેમાં ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન NDRF અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાવ IAS એકેડમીના બેઝમેન્ટમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા

દેશના મોટાભાગના રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભારીમાત્રામાં પાણી ભરાયાં છે, ત્યારે અતિભારે વરસાદને લઈને દિલ્હીના રાજેન્દ્રનગર ખાતે આવેલા રાવ IAS એકેડમીના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે, બેઝમેન્ટમાં વધુ પાણી ભરાયું હોવાથી તેમાં ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. વધુ પડતા પાણીના ભરાવા સામે કેટલાક વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થાળે પહોંચીને ભોંયરામાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભાજપના ઉપ પ્રમુખે શું કહ્યું

ઘટના સ્થાળે હાજર દિલ્હી ભાજપના ઉપ પ્રમુખ રાજેશ ભાટિયાએ જણાવ્યું હતું કે, 'કેટલાય વિદ્યાર્થી બેઝમેંટમાં ફસાવાની સાથે અમુક વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબ્યા પણ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NDRF અને ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે. હાલ વિદ્યાર્થીની બચાવ કાર્ય શરુ છે.'

NDRF અને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી 

ઘટના અંગે ફાયર વિભાગમાં સવા સાત વાગ્યાની આજુબાજુમાં જાણકારી મળી હતી, ત્યારે ઘટના સ્થળ પર ફાયર વિભાગની સાત ગાડીની સાથે-સાથે NDRF ની ટીમ આવી પહોંચી છે. આ દરમિયાન કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ફસાયેલા વિદ્યાર્થીઓની બચાવવાની કામગીરી ચાલી રહી છે.

બેઝમેન્ટમાં 12 ફૂટ પાણી ભરાયુ

દિલ્હી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે UPSC ની તૈયારી કરાવતા રાવ IAS કોચિંગના બેઝમેન્ટમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થી ભસાયા છે. જેમાં બે વિદ્યાર્થિનીઓનું પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે  બેઝમેન્ટમાં આશરે 12 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેમાંથી ફાયર વિભાગ અને NDRFની ટીમ દ્વારા 3-4 ફૂટ પાણી બહાર નીકાળવામાં આવ્યું છે.


Google NewsGoogle News