આજના નોસ્ત્રાદેમસ ગણાતા યુવકની એલિયન વિશે ચોંકાવનારી ભવિષ્યવાણી, વિજ્ઞાનીઓ શું કહે છે?

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
Nostradamus


Prophecy of Nostradamus : જીવતા નોસ્ત્રાદેમસ તરીકે ઓળખાતા એથોસ સાલોમ દ્વારા એલિયન્સને લઈને મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, '2028 સુધીમાં એલિયન્સની શોધ કરવામાં આવશે.' 37 વર્ષના એથોસે પહેલા પણ અલગ-અલગ ભવિષ્યવાણી કરી છે. જેમાં એથોસે બ્રિટેનના મહારાણી ક્વિન એલિઝાબેથ 2ના મોતની ભવિષ્યવામી કરી હતી. આ ઉપરાંત, એલન મસ્કના ટ્વિટર ખરીદવા, સ્પેનના યૂરો 2024 જીતવા સહિત ત્રીજા વિશ્વયુદ્ધને લઈને પણ તેણે ભવિષ્યવાણી કરી હતી. તેવામાં તેણે એલિયનને લઈન મોટી ભવિષ્યવાણી કરી છે. 

સાલોમની ભવિષ્યવાણીનું તારણ વૈજ્ઞાનિકોના સંશોધનમાં સાબિત થયું 

ગયા મહિને સાલોમે દાવો કર્યો હતો કે, 2026 અને 2028 વચ્ચે એલિયનની શોધખોળ માટે સરકાર અને ધાર્મિક સંસ્થાઓને નૈતિક વિચારણાઓનો સામનો કરવાની જરૂર પડશે. ડેઈલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2028માં અન્ય ગ્રહોના રહેવાસીઓના અસ્તિત્વની લોકોમાં માન્યતા પર ધ્યાન જશે. આધુનિક વિશ્વમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનથી સાબિત થયું છે કે સાલોમ દ્વારા કરવામાં આવેલી આગાહીઓ સાચી થઈ શકે છે.'

ક્યાં જોવા મળશે એલિયન

એથોસે કહ્યું કે, 'નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ચંદ્ર યુરોપા પર સમુદ્રની ઊંડાઈમાં જીવનની શોધ કરશે. જેને લઈને 2026 અને 2028 વચ્ચે શોધખોળ શરૂ કરવામાં આવશે. તેમાં એવા જીવોનો જોવા મળશે જે પૃથ્વીની કોઈપણ વસ્તુ કરતા જૈવિક રીતે વધુ જટિલ છે. એક તરફ એથોસે ભવિષ્યવાણી કરવામાં આવી છે જ્યારે, બીજી તરફ,  વૈજ્ઞાનિકોએ પેસિફિક મહાસાગરના દરિયાના તળીએ અસામાન્ય બટાકા જેવા ગઠ્ઠો શોધી કાઢવામાં આવ્યાં છે. આ ગઠ્ઠા સંપૂર્ણ અંધકારમાં ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનું જાણવામાં મળ્યું છે.  

વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

એથોસે જૂનમાં એલિયનને લઈને ભવિષ્યવાણી કરી હતી. આ પછી, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના એસ્ટ્રોફિઝિસિસ્ટ જે.સી. ક્રિશ્ચિયનસે કહ્યું હતું કે, 'આપણા જીવનકાળમાં આપણને પૃથ્વી જેવો જ ગ્રહ જોવા મળશે. જો કે, એથોસ ચેતવણી આપે છે કે વિશ્વમાં આપણે લોકો એકલા ન હોવાનો ખ્યાલ આવશે ત્યારે શું થશે? એઆવી કોઈપણ શોધ જીવન, ધર્મ, દર્શન અને વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી શકે છે.'

આજના નોસ્ત્રાદેમસ ગણાતા યુવકની એલિયન વિશે ચોંકાવનારી ભવિષ્યવાણી, વિજ્ઞાનીઓ શું કહે છે? 2 - image


Google NewsGoogle News