Get The App

ગળામાં અજગર લપેટી ભીખ માગતા યુવકને સાંપે જ જકડીને મારી નાખ્યો, ઝારખંડની શૉકિંગ ઘટના

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
ગળામાં અજગર લપેટી ભીખ માગતા યુવકને સાંપે જ જકડીને મારી નાખ્યો, ઝારખંડની શૉકિંગ ઘટના 1 - image


Image: Wikipedia

Man Death by Python in Jharkhand: અજગર-સાપ બતાવીને લોકો પાસે ભીખ માગતા હેમંત સિંહે ક્યારેય વિચાર્યું નહી હોય કે આ સાપ જ તેનો જીવ લઈ લેશે. પટમદાના રપચા ગામનો રહેવાસી હેમંત શહેરના ડિમના રોડમાં હીરા હોટલ નજીક ગુરુવારે સવારે 09.30 વાગે ગળામાં અજગરને લપેટીને લોકો પાસે ભગવાનના નામે ભીખ માગી રહ્યો હતો. આ દરમિયાન અજગરે તેને જકડીને મારી નાખ્યો. અજગર દ્વારા હેમંતનું શરીર જકડી રાખવાના કારણે હેમંત સિંહનું મૃત્યુ થઈ ગયુ.

અજગરના હટ્યા બાદ સ્થાનિક લોકો હેમંત સિંહને સારવાર માટે એમજીએમ હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી દીધો. 52 વર્ષીય હેમંત સિંહ હંમેશા ગામમાંથી સાપ પકડીને લાવતો હતો અને લોકો પાસે ભીખ માગીને ગુજરાત ચલાવતો હતો. ગુરુવારે સવારે પણ તે અજગરને લઈને ડિમના રોડ પહોંચ્યો. અજગરને તેણે ગળામાં લપેટીને રાખ્યો હતો. તે લોકોને અજગર બતાવી રહ્યો હતો તે દરમિયાન અજગરે તેને જકડવાનું શરૂ કર્યું. જોતજોતામાં જ તે રસ્તા પર પડીને તડપવા લાગ્યો. 

ત્યાં હાજર લોકો સાંપથી તેને છોડાવવાની હિંમત કરી શક્યાં નહીં. થોડા જ સમય બાદ હેમંતનું મૃત્યુ નીપજ્યુ. લોકોએ જણાવ્યુ કે ચાર દિવસ પહેલા પણ તે એક સાંપ લઈને હાઈવે પર ફરતો જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતાં તેનો પુત્ર જગબંધુ સિંહ એમજીએમ હોસ્પિટલ પહોંચ્યો. પોલીસે અસ્વાભાવિક મોતનો કેસ નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.

રસ્તા પર આમતેમ ભાગવા લાગ્યો અજગર

હેમંતનો મૃતદેહ રસ્તા પર પડ્યા બાદ અજગર રસ્તા પર આમતેમ ભાગીને સંતાવાનું સ્થળ શોધવા લાગ્યો હતો. તેનાથી સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ. માહિતી મળતાં ભાજપ નેતા વિકાસ સિંહ ઘટના સ્થળ પર પહોંચ્યા. તેમણે તાત્કાલિક મદારીને બોલાવીને અજગરને પકડાવ્યો, જેને વન વિભાગને સોંપી દેવાયો.


Google NewsGoogle News