ભારતના સૌથી મોટા નિર્માણાધીન બ્રિજનો એક હિસ્સો ધરાશાયી, બિહારમાં 9 મજૂરો દટાયાં, 1નું મોત
Bihar News: બિહારમાં ફરી એકવાર બ્રિજ ધરાશાયી થયાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તેનાથી નીતીશ કુમાર સરકારની પોલ ખુલી ગઈ છે. અહીં સુપોલના બકોરમાં શુક્રવારે સવારે એક પુલનો હિસ્સો ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના સવારે સાત વાગ્યે બની હતી. આ બ્રિજ નિર્માણાધીન હતું. જેમાં અનેક મજૂરો દટાયા હોવાની માહિતી છે. જ્યારે એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયાના પણ અહેવાલ છે.
#WATCH | Supaul, Bihar: A part of an under-construction bridge collapsed near Maricha between Bheja-Bakaur. pic.twitter.com/NNVR5aQ5IZ
— ANI (@ANI) March 22, 2024
જિલ્લા મેજિસ્ટ્રેટે આપી માહિતી
આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ કુમારે ઘટનાસ્થળની મુલાકાત લઈને આ ઘટનાની જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતાં લોકોની ભીડ ઉમટી પડી હતી. બચાવ ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં સૌથી પહેલાં કાટમાળ નીચે દટાયેલા મજૂરોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમુક મજૂરોને તો હોસ્પિટલ ખસેડાયા છે. તેને ભારતનું સૌથી મોટું બ્રિજ કહેવામાં આવી રહ્યું હતું. તેની પાછળ 1200 કરોડનો ખર્ચ થવાનો હતો.