ઉજ્જૈન: મહાકાલના દર્શન માટે નવી વ્યવસ્થા કરવામાં આવી
ભોપાલ, તા. 03 ફેબ્રુઆરી 2023 શુક્રવાર
ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન માટે નવી વ્યવસ્થા લાગુ થઈ ગઈ છે. જે લોકોને ઝડપી દર્શન કરવા છે તેમણે 250 રૂપિયાની ઓનલાઈન ટિકિટ બુક કરાવવી પડશે. જે અનુસાર અમુક પસંદગી પામેલા લોકો સિવાય ઝડપી દર્શન કરવા ઈચ્છતા લોકો માટે ભસ્મ આરતી માટે 250 રૂપિયાની ઝડપી દર્શન ટિકિટ ઓનલાઈન કરી દેવામાં આવી છે.
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં અતિવિશિષ્ટ એટલે કે વીઆઈપી જેમને જિલ્લા તંત્ર પાસેથી પ્રોટોકોલ સુવિધા મળે છે તેમના સિવાય શ્રદ્ધાળુઓને 250 રૂપિયાની ટિકિટ લેવી પડશે. જે બાદ જ મહાકાલ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મહાકાલ મંદિર સમિતિની નવી વ્યવસ્થા ભસ્મ આરતી પર 250 રૂ ની ઝડપી દર્શન ટિકિટ ઓનલાઈન કરી દેવાઈ છે. શ્રદ્ધાળુ આને મંદિરની વેબસાઈટ પર જઈને બુક કરાવી શકે છે.
આ લોકોને મળશે નિ:શુલ્ક દર્શનની સુવિધા
ઉજ્જૈન મહાકાલ વ્યવસ્થાપન સમિતિએ 1 ફેબ્રુઆરીથી દર્શનની નવી વ્યવસ્થા લાગુ કરી છે. પ્રોટોકોલના માધ્યમથી સાધુ, સંત, પ્રેસ ક્લબના સભ્ય, પસંદગી પામેલા પત્રકાર, સત્કાર વ્યવસ્થા અંતર્ગત આ લોકોને નિ:શુલ્ક ઝડપી દર્શન વ્યવસ્થાનો લાભ મળશે. જેના દ્વારા આ લોકો નિ:શુલ્ક મંદિરમાં દર્શન કરી શકે છે. આ માટે પણ તેમને પહેલા પ્રોટોકોલની વ્યવસ્થા કરવાની રહેશે. જે બાદ તેમને એક ટોકન નંબર આપવામાં આવશે. તે ટોકન નંબર બતાવીને પ્રોટોકોલ ઓફિસમાંથી રસીદ બનાવવી પડશે. જે બાદ દર્શન કરી શકે છે. આ સિવાય VIP શાસનના પ્રોટોકોલની શ્રેણીમાં આવે છે તેમને પણ નિ:શુલ્ક મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. આ લોકોની સાથે આવતા સાથીઓને દર્શન માટે 250 રૂપિયા પ્રતિ વ્યક્તિ રસીદ આપવી પડશે.
ઝડપી દર્શન માટે ઓનલાઈન ટિકિટ મળશે
મહાકાલેશ્વર મંદિરમાં જે શ્રદ્ધાળુ દર્શન કરવા ઈચ્છે છે તે આ વેબસાઈટના માધ્યમથી પણ દર્શન કરી શકે છે. આ માટે પહેલા શ્રદ્ધાળુઓને www.shreemahakaleshwar.com સાઈટ પર જઈને પ્રોટોકોલ દર્શનના નામ અને જાણકારીની એન્ટ્રી કરવી પડશે. પછી મોબાઈલ પર એક લિંક આવશે. જે બાદ 250 રૂપિયા દરેક વ્યક્તિના હિસાબે ઓનલાઈન જમા કરીને ટિકિટ બુક કરી શકે છે. પ્રોટોકોલ ટિકિટ બુક થતા જ મોબાઈલ પર ઈ-ટિકિટની લિંક આવશે. તેની પ્રિન્ટ લઈને કે પછી મોટા ગણેશ મંદિર પાસે પ્રોટોકોલ કાર્યાલય પર જઈને પ્રિન્ટ લઈ શકે છે. જે બાદ ગેટ નંબર 13થી પ્રોટોકોલના માધ્યમથી આવેલા શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે. મંદિર સમિતિ તરફથી શ્રદ્ધાળુઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુ પ્રોટોકોલ ગેટ પર પહોંચશે. ત્યાં ઊભેલા મંદિરના કર્મચારી સભા મંડપથી થતા ગણેશ મંડપ સુધી દર્શન કરાવવા સાથે લઈ જશે પછી દર્શન કરાવીને પાછા તે રસ્તેથી જ મંદિરની બહાર મૂકી જશે.