કરોડોપતિ યુ ટયૂબરને સાપના ઝેરના પાંરખા કરવા મોંઘા પડયા, છેવટે જવું પડયું જેલ

રેવ પાર્ટીમાં સાપના ઝેરની તસ્કરી કરવાના આરોપ હેઠળ ધરપકડ

પોલીસે આ ગુનામાં પ્રથમવાર ૪ નવેમ્બરે ધરપકડ કરી હતી

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
કરોડોપતિ યુ ટયૂબરને સાપના  ઝેરના પાંરખા કરવા મોંઘા પડયા, છેવટે જવું પડયું જેલ 1 - image


નવી દિલ્હી,૧૮ માર્ચ,૨૦૨૪,સોમવાર 

મશહૂર યૂ ટયૂબર એલ્વિશ યાદવને રેવ પાર્ટીમાં સાપના ઝેરની તસ્કરી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.  ૩ નવેમ્બર ના રોજ રેવ પાર્ટીમાં સાંપોના ઝેરનો ઉપયોગ કરવાના ગુના હેઠળ પીપલ્સ ફોર એનિમલ સંસ્થાએ નોઇડાના કોતવાલી સેકટર ૪૯માં ફરિયાદ કરી હતી. આ મામલે એલ્વિશ સહિતના પાંચ આરોપીઓને  ૪ નવેમ્બરના રોજ એરેસ્ટ કર્યા હતા. રેડ દરમિયાન મળેલા કોબ્રા સાપના ૨૦ એમએમ ઝેરની પ્રયોગશાળામાં તપાસ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ કેસમાં પોલીસે એલ્વિશની ફરી ધરપકડ કરીને જયૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મશહુર યુ ટયૂબર એલ્વિશ યાદવ હરિયાણાના ગુરુગ્રામનો છે. એલ્વિશ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તોફાની હતો છતાં ભણવામાં હોશિયાર હતો. સીનિયર સેકન્ડરી એકઝામમાં ૯૪ ટકા માર્કસ મેળવ્યા હતા. ૨૦૧૬માં એલ્વિશ યાદવે યૂ ટયૂબ પર હાઉ વોઇસ ટીચ સેલ્ફી નામની પોતાની ચેનલ શરુ કરી હતી.તેની ગણતરી દેશના ધનાઢય યુ ટયૂબરોમાં ગણતરી થાય છે.

એલ્વિશ ૨૦૨૩માં રિયાલિટી શો બીગ બોસ ઓટીટી ૨ માં વિજેતા બન્યો હતો.એલ્વિશની નેટવર્થ ૧.૫૦ મિલિયન ડોલર માનવામાં આવે છે. દર મહિને તે ૪૦ લાખ રુપિયાની કમાણી કરે છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને બેંડ કોલેબોરેશન પણ આવકનું મોટું સાધન છે. એલ્વિશને બિગ બોસ ઓટીટી ૨ વા વિજેતા તરીકે ૨૫ લાખ રુપિયા મળ્યા હતા.ગુરુગ્રામમાં તે ૧૦ કરોડની કિંમતનું આલિશાન મકાન ધરાવે છે. એલ્વિશ પાસે મોંઘી કારોનું કલેકશન પણ છે.



Google NewsGoogle News