એવો સંદેશ જવો જોઈએ કે સરકાર અને વિપક્ષ વિદ્યાર્થીની વાત કરે છે: રાહુલ ગાંધીએ PMને કરી અપીલ
Rahul Gandhi: લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે આજે જોરદાર હોબાળો કર્યો. નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ પોતાની બેઠકથી ઊભા થઈને નીટ પરીક્ષા પેપર લીક પર સૌથી પહેલા ચર્ચાની માગ કરી. તેમણે સંસદની બહાર પણ આ જ માગ કરી હતી. સ્પીકર ઓમ બિરલાએ જોર આપીને કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા કરવામાં આવે. સંસદમાં થઈ રહેલા હોબાળાને જોતાં સ્પીકરે બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી.
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું, અમે વિપક્ષ અને સરકાર તરફથી ભારતના વિદ્યાર્થીઓને એક સંયુક્ત સંદેશ આપવા ઈચ્છતાં હતાં કે અમે તેને એક મહત્વનો મુદ્દો માનીએ છીએ. તેથી અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓના સન્માન માટે આપણે આજે નીટ પર ચર્ચા કરીશું.
રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી સાંસદોની સાથે નીટનો મુદ્દો ઉઠાવ્યો અને ચર્ચાની માગ કરી.
આ પહેલા સંસદની બહાર રાહુલ ગાંધીએ કહ્યું, કાલે તમામ વિપક્ષી દળોના નેતાઓની બેઠક થઈ અને તેમાં સર્વસંમતિ બની કે આજે આપણે નીટના વિષય પર ચર્ચા કરવી જોઈએ. અમને લાગ્યું કે અહીં ગૃહમાં નીટ પર ચર્ચા થવી જોઈએ. હુ વડાપ્રધાનથી વિનંતી કરુ છુ કે આ યુવાનોનો વિષય છે અને આની પર યોગ્ય રીતે ચર્ચા થવી જોઈએ અને આ સન્માનજનક ચર્ચા થવી જોઈએ. સંસદથી આ સંદેશ જવો જોઈએ કે ભારત સરકાર અને વિપક્ષ મળીને વિદ્યાર્થીઓની વાત કરી રહ્યાં છે.