મથુરામાં ભીષણ આગ લાગતા અનેક દુકાનો બળીને ખાખ, 15 લોકો દાઝ્યા, ચારની હાલત ગંભીર

દિવાળી પર લાગેલી આગના કારણે નાસભાગ મચી ગઈ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
મથુરામાં ભીષણ આગ લાગતા અનેક દુકાનો બળીને ખાખ, 15 લોકો દાઝ્યા, ચારની હાલત ગંભીર 1 - image


Massive fire broke out in Mathura : દેશભરમાં આજે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે મથુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં શહેરના રાયા વિસ્તારમાં ફટાકડાની બજારમાં આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં 15 લોકો દાઝ્યા છે જેમાં ચારની હાલત ગંભીર છે. આગને કારણે અનેક વાહનો બળીને ખાખ થયા છે. 

એક ડઝન જેટલા વાહનો બળીને ખાખ

મથુરામાં રાયા વિસ્તારમાં આવેલી ફટાકડાની બજારમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ આગના કારણે 15 લોકો દાઝી ગયા છે જેમાથી 4ની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. અનેક દુકનો આગની ચપેટમાં આવી તેમજ એક ડઝન જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

મથુરામાં ભીષણ આગ લાગતા અનેક દુકાનો બળીને ખાખ, 15 લોકો દાઝ્યા, ચારની હાલત ગંભીર 2 - image


Google NewsGoogle News