'વિવાહિત મહિલા લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદ ન કરી શકે...' બોમ્બે હાઈકોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન
Image: Wikipedia
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે દુષ્કર્મના મામલે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે 'વિવાહિત મહિલા લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદ ન કરી શકે.' બોમ્બે હાઈકોર્ટના જજે આ વાતો દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલા પૂણેના યુવકને જામીન આપતાં કહી. કોર્ટે કહ્યું કે 'જ્યારે વિવાહિત મહિલાને ખબર છે કે તે બીજા લગ્ન કરી શકતી નથી તો આ લાલચ કેવી રીતે થઈ? જો કોઈ મામલે આરોપી પણ વિવાહિત હોય ત્યારે પણ તેનો આ દાવો સાબિત થતો નથી.'
શું છે સમગ્ર મામલો
એક વિવાહિત મહિલાએ વિશાલ શિંદે નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. દુષ્કર્મનો આરોપ લગાવનારી મહિલા પોતે વિવાહિત છે. મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું કે ' અમારી બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ, તે બાદ વિશાલે લગ્નની લાલચ આપીને મારી સાથે દુષ્કર્મ આચર્યું. તેણે તેનો વીડિયો પણ બનાવી દીધો.'
જામીન પહેલા કોર્ટે આપ્યા આ આદેશ
મામલામાં કોર્ટે કહ્યું કે 'અત્યાર સુધી આ મામલે એવો કોઈ પુરાવો નાગનાથની પાસેથી મળ્યો નથી કે જેનાથી એ સાબિત થઈ શકે કે તેણે વીડિયો બનાવ્યો છે.'
બીજી તરફ મામલામાં આરોપી શિંદેના વકીલે કહ્યું કે, 'તે તપાસમાં સંપૂર્ણ મદદ કરી રહ્યો છે.' તે બાદ કોર્ટે કહ્યું કે 'શિંદેએ પોલીસ બોલાવે ત્યારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. આ સિવાય તપાસ માટે મોબાઈલ જમા કરાવવો પડશે. અત્યાર સુધીની તપાસમાં એ સામે આવ્યું નથી કે આરોપીએ કોઈ વીડિયો સર્ક્યુલેશન કર્યું છે.'