Get The App

ગજબની છેતરપિંડી : પાનકાર્ડની ઓનલાઈન અરજી કરવા ફોન કર્યો ને ખાતામાંથી ઉડી ગયા લાખો રૂપિયા

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
PAN Card


New PAN Card Fraud: શાકભાજીની લારી પર પેમેન્ટથી માંડી મોટા મોટા નાણાકીય વ્યવહાર હવે ઓનલાઈન થયા છે. જો કે, બેન્કિંગ સેવાઓ અને અન્ય સત્તાકીય સેવાઓ મેળવવા માટે આધાર અને પાન કાર્ડ અનિવાર્ય છે. તેમાં પણ સરકાર પણ લોકોને સરળ અને ઝડપી સેવાઓ આપવા ઓનલાઈન જ ઘરે બેઠા આ મહત્ત્વના દસ્તાવેજો માટે અરજી સેવા આપી રહી છે. પરંતુ આ સેવાઓનો લાભ હવે સ્કેમર્સ પણ લઈ રહ્યા છે.

7.7 લાખની છેતરપિંડી

કાનપુરના એક વરિષ્ઠ વ્યક્તિ પોતાના પપૌત્ર માટે ઓનલાઈન પાન કાર્ડ અપ્લાય કરી રહ્યા હતા, તે સમયે સ્કેમર્સે તેમને 7.7 લાખનો ચૂનો લગાવ્યો છે. સર્વોદય નગરના નવશીલ મોતી વિહાર નિવાસી પીડિત સુરેશ ચંદ્ર શર્મા પોતાના પપોત્ર કનિષ્ક પાન્ડે જે યુએઈએમાં રહે છે, તેના માટે પાન કાર્ડ અપ્લાય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. 10 નવેમ્બરે શર્માએ પાન અપ્લાય કરવા એક હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો. તે સમયે સ્કેમર્સે અરજી પ્રક્રિયા પૂરી કરવાના બહાને તેમનો આધાર નંબર, પાન કાર્ડ અને બેન્કિંગ વિગતો માગી છેતરપિંડી કરી હતી. જેમાં પહેલી વારમાં રૂ. 140071 અને બીજી વાર રૂ. 630071 ઉપાડી લીધા હતા. જેનાથી કુલ 7.7 લાખનું નુકસાન થયુ હતું.

આ પણ વાંચોઃ મોદી સરકારના મંત્રીઓ પર કેમ ગુસ્સે ભરાયા ઓમ બિરલા? સંસદમાં કહ્યું- મારા જવાબ પણ તમે જ આપી દો 

ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો

  • હંમેશા વેબસાઈટ અથવા ગ્રાહક સેવા નંબરની પ્રમાણિકતા ચકાસો. પાન કાર્ડ સંબંધિત સેવાઓ માટે એનએસડીએલ તથા યુટીઆઈઆઈટીએસએલ જેવા સત્તાવાર સરકારી પોર્ટલનો ઉપયોગ કરો.
  • આધાર અને પાન કાર્ડ ડિટેલ અને બેન્કિંગ ક્રેડેન્શિયલ જેવી સંવેદનશીલ માહિતી કોઈ વ્યક્તિ કે પ્લેટફોર્મ પર શેર ન કરો.
  • ગ્રાહક સહાયતાનો દાવો કરનારા અજાણ્યા કોલ તથા સંદેશાઓથી સતર્ક રહો.
  • કોઈપણ કૌભાંડનો ભોગ બન્યા હોવ તેની જાણ થતાં જ તુરંત પોલીસ કે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવો. રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર તમે રિપોર્ટ નોંધાવી શકો છો.

ગજબની છેતરપિંડી : પાનકાર્ડની ઓનલાઈન અરજી કરવા ફોન કર્યો ને ખાતામાંથી ઉડી ગયા લાખો રૂપિયા 2 - image


Google NewsGoogle News