Get The App

'જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..' પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા

Updated: Mar 26th, 2025


Google News
Google News
'જા ખુશ રહેજે, હું બાળકોને સાચવી લઈશ..' પતિએ આખા ગામની હાજરીમાં પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા 1 - image


A husband arranges wife wedding : ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક મહિલાએ બે બાળકો અને તેના પતિને છોડીને પોતાના પ્રેમીનો હાથ પકડ્યો છે. પરંતુ તેમાં સૌથી મોટી વાત એ છે કે, આ મહિલાના પતિએ જ પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા છે. અને તેના હાથે જ પોતાની પત્નીને તેના પ્રેમીને સોપી હતી. 

આ પણ વાંચો: દેશભરમાં UPI થયું ડાઉન, યુઝર્સને ગુગલ પે સહિતની UPI એપ્સમાં પેમેન્ટ કરવામાં મુશ્કેલી

મંદિરમાં કરાવ્યા તેની પત્નીના લગ્ન

હકીકતમાં આ મામલો ઉત્તર પ્રદેશના સંતકબીરનગરમાં ઘનઘટા વિસ્તારના એક ગામનો છે. જ્યાં પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા છે. પહેલા પતિએ પોતાની પત્ની સાથે કોર્ટમાં નોટરી કરાવી અને ત્યાર બાદ એક મંદિરમાં જઈને પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા હતા. આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 

પ્રેમી માટે 9 વર્ષના લગ્ન અને 2 બાળકોને છોડ્યા

મળતી માહિતી પ્રમાણે આ મહિલાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. મહિલા અને તેના પતિથી બે બાળકો પણ થયા છે. આ દરમિયાન મહિલાને ગામમાં જ રહેતા એક યુવક સાથે આંખો મળી ગઈ હતી. આ સંબંધ ધીરે ધીરે ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જ્યારે આ વાત મહિલાના પતિને ખબર પડી તો પહેલા તો તેણે પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે સમજાવતા તે ન માની. ત્યારે તેના પતિએ ગામવાળાઓ સામે આ વાત મુકી કે મારી પત્ની એક વાત નક્કી કરી લે કે તે મારી સાથે રહેવા માંગે છે કે, તેના પ્રેમીની સાથે? મહિલાએ તેના જવાબમાં પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આખું ગામ ચોંકી ઉઠ્યું હતું. 

જા ખુશ રહેજે, બાળકોને હું સંભાળી લઈશ

પતિએ કહ્યું કે, સારુ, તુ ખુશ રહેજે. હું તારા લગ્ન તારા પ્રેમી સાથે કરાવી આપુ છું અને બાળકોની પરવરિશ હું ખૂદ કરીશ. મહિલા બાળકોને છોડીને છોડવા પણ રાજી થઈ ગઈ તો સમાજે તેને તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યા. પતિ આ દરેકનો સાક્ષી બની ઉભો રહ્યો. 

આ પણ વાંચો: CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા

બે પ્રેમીઓ વચ્ચે આ બે નિર્દોષ બાળનો શું વાંક

આવા કિસ્સાઓમાં સમાજમાં હત્યા જેવી ઘટનાઓ જોવા અને સાંભળવા મળે છે ત્યારે આ એક અજીબ ઘટના છે. આ બધાને અવગણીને આ નવયુવાને એક નવું ઉદાહરણ બેસાડ્યું છે. આ સમાજ માટે એક સંદેશ છે, એક દર્પણ છે કે બે પ્રેમીઓ વચ્ચેના આ બે નિર્દોષ બાળનો શું વાંક હતો કે, માતા શબ્દ તેમના જીવનમાંથી આટલો દૂર થઈ ગયો.

Tags :