Get The App

જીવલેણ ષડયંત્ર: યુપીમાં ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું, એન્જિનમાં ફસાયો લાકડાનો ટુકડો

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
Train Derailment Conspiracy In Uttar Pradesh


Train Derailment Conspiracy In Uttar Pradesh: ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં રેલવે ટ્રેક પરથી લાકડાનો મોટો ટુકડો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લાકડાનો આ ટુકડો સિટી સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મળ્યો હતો, જે એન્જિનમાં ફસાઈ ગયો હતો. જેના કારણે સ્વતંત્રતા સંગ્રામ સેનાની એક્સપ્રેસમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને તે લગભગ 2 કલાક સુધી ઊભી રહી હતી.

ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કોઈ કાવતરું!

અહેવાલો અનુસાર, ગાઝીપુર જિલ્લામાં રેલવે ટ્રેક પર રાખેલ લાકડાનો ટુકડો સ્વતંત્રતા સંગ્રામ સેનાની એક્સપ્રેસના એન્જિનમાં ફસાઈ ગયો હતો. સદનસીબ લોકો પાયલોટે સમયસર ટ્રેન રોકી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે, તાજેતરમાં કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને પલટી મારવાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. અસામાજિક તત્વોએ પાટા પર ગેસ સિલિન્ડર મૂકી દીધું હતું.

આજે (17મી સપ્ટેમ્બર) વહેલી સવારે સ્વતંત્રતા સંગ્રામ સેનાની એક્સપ્રેસ ટ્રેન જોરદાર અવાજ સાથે રેલવે ટ્રેક પર ઊભી રહી હતી. જ્યારે લોકો પાયલોટે નજીકના ગાઝીપુર સિટી રેલવે સ્ટેશન પર આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે આરપીએફ, જીઆરપી અને સિવિલ પોલીસ અને ટેક્નિકલ એન્જિનિયર્સ ઘટનાસ્થળે પહોંચ્યા. તપાસમાં જાણવા મળ્યું કે રેલવે ટ્રેક પર લાકડાનો મોટો ટુકડો મૂકવામાં આવ્યો હતો, જે એક્સપ્રેસ ટ્રેનના પૈડામાંથી પસાર થઈને એન્જિનમાં ફસાઈ ગયો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી અશક્ય, આ ત્રણ કારણોના લીધે પૂરી નહીં થાય AAPની માંગ


સદનસીબે ટ્રેન સાથે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. જોકે, ટ્રેનના એન્જિનમાં લાકડા ફસાઈ જવાને કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને ટ્રેન લગભગ બે કલાક મોડી પડી હતી. ગાઝીપુરના એસપી સિટી જ્ઞાનેન્દ્ર નારાયણે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

અગાઉ રેલવે ટ્રેક પર પથ્થરના ટુકડા મળ્યા હતા

ગાઝીપુરમાં બનેલી આ ઘટના બાદ રેલવે એન્જિનિયરની ફરિયાદ પર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા કેટલાક લોકોએ રેલવે ટ્રેક પર પથ્થરના ટુકડા મુક્યા હતા, જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જીવલેણ ષડયંત્ર: યુપીમાં ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું, એન્જિનમાં ફસાયો લાકડાનો ટુકડો 2 - image



Google NewsGoogle News