રેલવેની ઉત્તર પ્રદેશવાસીઓને મોટી ભેટ, હવે વૈષ્ણો દેવીના કરી શકશે સરળતાથી દર્શન, જાણો શું લીધો નિર્ણય
Mata Vaishno Devi Train : માતા વૈષ્ણો દેવી (Mata Vaishno Devi)ના ભક્તો માટે ખુશખબરી છે. હવે રેલવે વધુ એક બીજી નવી ટ્રેન દોડાવવા જઈ રહી છે, જે સીધી માં વૈષ્ણો દેવીના દરબાર કટરામાં જશે. આ ટ્રેન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી શરુ થશે અને સીધી માં વૈષ્ણો દેવી દરબાર કટરામાં રોકાશે. આ ટ્રેન વાયા દિલ્હી અને પંજાબના ઘણા સ્ટેશનો પર પણ રોકાશે.
ટ્રેન સુબેદારગંજ સ્ટેશનથી સવારે 10.35 કલાકે ઉપડશે
આ અંગે મળતી માહિતી પ્રમાણે રેલવે બોર્ડે દ્વારા આ ટ્રેનને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. ટ્રેન નંબર 14033/14034 દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુબેદારગંજ સ્ટેશનથી દોડશે. આ ટ્રેન સુબેદારગંજ સ્ટેશનથી સવારે 10.35 કલાકે ઉપડશે. અને ત્યાર બાદ આ ટ્રેન ફતેહપુર, ગોવિંદપુરી, ટુંડલા, અલીગઢ, સબઝી મંડી, નરેલા, સોનીપત, ગન્નૌર, સામખાન, પાણીપત જંક્શન, કરનાલ, કુરુક્ષેત્ર, અંબાલા કેન્ટ, રાજપુરા જંક્શન, લુધિયાણા જંક્શન, ફગવાડા જંક્શન, જલંધર કેન્ટ, ટાંડા ઉડમુડ, દસુઆ, મુકેરિયન, પઠાણકોટ કેન્ટ, કઠુઆ, હીરાનગર, વિજયપુર જમ્મુ, જમ્મુ તાવી, કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન પર રોકાશે. એ પછી આ ટ્રેન બીજા દિવસે સવારે 9.15 વાગ્યે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન પહોંચશે.