Get The App

કોટામાં આત્મહત્યાનો સિલસિલો યથાવત: NEETની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

- આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં આઠ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
કોટામાં આત્મહત્યાનો સિલસિલો યથાવત: NEETની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા 1 - image


Image Source: Twitter

કોટા, તા. 28 માર્ચ 2024, ગુરૂવાર

દેશમાં કોચિંગ હબ તરીકે પ્રખ્યાત રાજસ્થાનના કોટામાં કોચિંગ વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓની આત્મહત્યાનો સિલસિલો યથાવત છે. હવે ઉત્તર પ્રદેશના લખનઉની નિવાસી 19 વર્ષીય વિદ્યાર્થીની સૌમ્યા ઝા એ કોટાની એક ખાનગી હોસ્ટેલમાં પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. 

જવાહર નગર પોલીસ સ્ટેશન અધિકારી કમલેશ કુમાર શર્માએ જણાવ્યું કે, NEETની તૈયારી કરવા માટે  વિદ્યાર્થિની ગત વર્ષથી કોટામાં રહેતી હતી. વિદ્યાર્થિનીની કોટામાં એક ખાનગી કોચિંગ સંસ્થામાં કોચિંગ કરવાની સાથે જ એક હોસ્ટેલમાં રહેતી હતી. 

જ્યારે બુધવારે વિદ્યાર્થિનીએ આખો દિવસ તેના રૂમનો દરવાજો ન ખોલ્યો અને રાત્રે જમવા માટે મેસમાં પણ ન પહોંચીતો તેની સાથી  વિદ્યાર્થિનીઓએ રૂમ બહારથી અવાજ આપી બોલાવી. જ્યારે વિદ્યાર્થિનીએ રૂમમાંથી કોઈ જવાબ ન આપ્યો તો તેઓઅ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ છતાં કોઈ જવાબ ન મળ્યો. ત્યારબાદ રૂમમાં બનેલા સ્કાયલાઈટમાંથી વિદ્યાર્થિનીઓએ રૂમની અંદર જોયું તો વિદ્યાર્થિનીનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો. વિદ્યાર્થિનીઓએ આ ઘટના અંગે હોસ્ટેલ સંચાલકને જાણ કરી હતી. હોસ્ટેલ સંચાલકે તરત જ આ અંગે પોલીસને જાણ કરી.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રૂમનો દરવાજો તોડ્યો તો વિદ્યાર્થિનીનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. પોલીસે મોડી રાત્રે યુવતીના પરિવારજનોને જાણ કરી. ગુરુવારે બપોરે પરિવારજનો કોટા પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિની છેલ્લા બે દિવસથી મોબાઈલ પર કોઈની સાથે વાત નહોતી કરી રહી. તે છેલ્લીવાર અન્ય વિદ્યાર્થિનીઓ સાથે 25 તારીખે સાંજે નજર આવી હતી. વિદ્યાર્થિની 3 માર્ચથી જ આ હોસ્ટેલમાં રહેવા આવી હતી. આ પહેલા તે અન્ય કોઈ પીજીમાં રહેતી હતી.

પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થિની લખનઉના ન્યૂ કોલોની વિસ્તારની રહેવાસી હતી. નોંધનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં આઠ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. બે દિવસ પહેલા કન્નૌજના વિદ્યાર્થી ઉરુજે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.


Google NewsGoogle News