દુનિયાને ડરાવનારો મોડર્ન નોસ્ત્રાદેમસ કોણ? 4 ભવિષ્યવાણીઓ સચોટ નીકળી, હવે વધુ એક દાવો
Athos Salome : 16મી સદીના પ્રખ્યાત ભવિષ્યવાણી કરનાર નોસ્ત્રાદેમસને તો દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ હાલમાં 'ધ લિવિંગ નોસ્ત્રાદેમસ' તરીકે ઓળખાતો એથોસ સલોમ પણ ભવિષ્યવાણી કરવામાં તેનાથી પાછળ નથી. અત્યાર સુધીમાં તેણે કરેલી ચાર ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે, અને હવે તેણે દાવો કર્યો છે આગળ પણ તેની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડશે.
ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે
એથોસ સલોમીએ કહ્યું હતું કે, હું કોઈને ડરાવી રહ્યો નથી, પરંતુ વિશ્વને ભવિષ્યની શક્યતાઓ માટે તૈયાર રહેવા માટે ચેતવણી આપી રહ્યો છું. અગાઉ મેં કોવિડ રોગચાળો, યુક્રેન પર આક્રમણ અને બ્રિટનની રાણીના મૃત્યુની આગાહી કરી હતી.' પરંતુ હવે સલોમીએ આ સિવાય નવી ભવિષ્યવાણી કરી છે જેમાં તેણે મનુષ્યોની એલિયન્સ સાથેનું મિલન, પૃથ્વી સાથે એસ્ટરોઇડ્સનું અથડાવું, AI ટેક્નોલોજી દ્વારા સાયબર હુમલા, ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળવું અને દુષ્કાળ અને પૂર જેવી કુદરતી આફતોની આગાહી કરી છે.
હું નોસ્ત્રાદેમસને ટક્કર આપીશ
એક અહેવાલ અનુસાર એથોસ એક મનોવૈજ્ઞાનિક અને જ્યોતિષી હોવાને કારણે તેણે પોતાનું જીવન એકદમ રહસ્યમય રાખ્યું છે. માટે તેના વિશે બહુ જાણકારી ઉપલબ્ધ નથી. પરંતુ તે મૂળ બ્રાઝિલનો છે. હાલમાં તેની ઉંમર 37 વર્ષની છે. તેની સરખામણી 16મી સદીના પ્રખ્યાત ભવિષ્યવાણી કરનાર નોસ્ત્રાદેમસ સાથે કરવામાં આવી છે, જેમની ઘણી રહસ્યમય ભવિષ્યવાણીઓ તેમના મૃત્યુ પછીની સદીઓમાં મોટા ભાગે સાચી સાબિત થઈ હતી. હવે સલોમી તેને ટક્કર આપી રહી છે. સાલોમી પોતે જ કહે છે કે, હું નોસ્ત્રાદેમસને ટક્કર આપીશ. ફ્રાંસના જ્યોતિષી માઈકલ ડી નોસ્ત્રાદેમસે 16મી સદીમાં 'લેસ પ્રોફેસીસ' પુસ્તક લખ્યું હતું, જે 942 કાવ્યાત્મક ચોપાઈનો સંગ્રહ છે, જેમાં કથિત રીતે રહસ્યમય છંદોમાં ભવિષ્યની ઘટનાઓ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે.
અગાઉ પણ ભવિષ્યવાણી સાચી સાબિત થઇ હતી
આગાઉ એથોસે આગાહી કરી હતી કે, વર્ષ 2025માં કેટ મિડલટન તાજ સંભાળશે, પરંતુ તે પહેલા તેણે સ્વાસ્થ્યને સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. પ્રિન્સેસ ઓફ વેલ્સને તેના ઘૂંટણ, પગ અને હાડકાની સમસ્યાઓનો ઉકેલ મળી જશે.
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ કેટ મિડલટન કેન્સરને હરાવીને બહાર આવી છે. તેણે આગાહી કરી હતી કે એપોફિસ એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે, જેને લઈને નાસાએ તાજેતરમાં એલર્ટ જાહેર કર્યું હતું. માઈક્રોસોફ્ટ આઉટેજની આગાહી કરવામાં આવી હતી, જે 2 મહિના પહેલા સાચી પણ સાબિત થઈ હતી. પેરિસ ઓલિમ્પિક પર સાયબર હુમલાની આગાહી કરવામાં આવી હતી. એથોસે ટાયફૂન યાગી વિશેની ભવિષ્ય વાણી કરી હતી, જેણે હકીકતમાં ભારે વિનાશ કર્યો હતો.