દિલ્હીમાંથી લશ્કર-એ-તોઈબાના સક્રિય આતંકીની ધરપકડ, સરહદ પાર કરીને લાવતો હતો હથિયારો

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાંથી લશ્કર-એ-તોઈબાના સક્રિય આતંકીની ધરપકડ, સરહદ પાર કરીને લાવતો હતો હથિયારો 1 - image


LET Terrorist Arrested In Delhi: દિલ્હીમાંથી લશ્કર-એ-તોઈબાના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કાર્યરત લશ્કર-એ-તોઈબા મોડ્યુલના આ સક્રિય આતંકીની નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી છે. આતંકીની ઓળખ રિયાઝ અહેમદ તરીકે થઈ છે.

દિલ્હી પોલીસની રેલવે પોલીસે માહિતી આપી છે કે, ‘આ આરોપી આતંકી એલઓસી પારથી હથિયારો અને દારૂગોળો મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતો હતો. રિયાઝ અહમદ નિવૃત્ત સૈનિક છે. તે દિલ્હીમાં કયા હેતુથી આવ્યો હતો તે અંગે તપાસ ચાલુ છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ મળી આવ્યું છે. રિયાઝ અહમદ કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે, જે ખુર્શીદ અહેમદ રાથેર અને ગુલામ સરવર રાથેર નામના આતંકવાદીઓ સાથે મળીને સરહદ પારથી હથિયારો અને દારૂગોળો ભારતમાં ઘૂસાડવામાં સામેલ હતો.’ 


Google NewsGoogle News