15 મિનિટમાં 2 કલાકનું અંતર કપાશે, દરિયા પર બનેલા સૌથી લાંબા બ્રિજ 'અટલ સેતુ' નું આજે ઉદઘાટન
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2024 શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે દેશના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ 22 કિલોમીટર લાંબા પુલ દ્વારા 15 મિનિટમાં મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા પુલ 'અટલ સેતુ'નું લોકાર્પણ કરશે. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL)ને 'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યુ છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર આનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યુ છે.
દેશના સૌથી લાંબા પુલની ખાસિયત
અટલ બ્રિજ દેશનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ હશે. જેની લંબાઈ 21.8 કિલોમીટર હશે. આ પુલનું 16.5 કિલોમીટર ભાગ સમુદ્રની ઉપર અને 5.5 કિલોમીટર ભાગ જમીનની ઉપર બનેલો છે. આ 6 લેનવાળો રોડ બ્રિજ છે.
આ બ્રિજ મુંબઈથી નેવી મુંબઈને આંતરિકરીતે જોડશે. જેનાથી બે કલાકની મુસાફરીને લગભગ 15 મિનિટમાં પુરી કરી શકાશે. આ સાથે જ પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની સફર પણ ઓછા સમયમાં પૂરી થઈ શકશે.
આ પુલને બનાવતી વખતે સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. જે બાદ આની પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ વાળા 190 સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. વિશ્વનો 12મો સૌથી લાંબો સમુદ્ર પર બનેલો પુલ પણ છે, જે 17, 840 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થયો છે.
સિક્સ લેનવાળા આ બ્રિજ પર દરરોજ 70 હજારથી વધુ ગાડીઓનો ટ્રાફિક ચાલી શકે છે. પુલ પર 100 કિલોમીટર પ્રતિ કલાક ઝડપી ગાડીઓ ઝડશે. જેનાથી કલાકોનું અંતર મિનિટોમાં કાપી શકાશે.
આ પુલની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં એફિલ ટાવરની તુલનામાં 17 ગણુ વધુ સ્ટીલ લાગેલુ છે અને કોલકાતાના હાવડા બ્રિજથી ચાર ગણા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પુલના નિર્માણમાં જે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા છ ગણુ વધારે છે.
આ અટલ પુલનું નિર્માણ લગભગ 177, 903 મેટ્રિક ટન સ્ટીલ અને 504,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અટલ સેતુ એટલો મજબૂત છે કે આની પર ભૂકંપ, ઉચ્ચ ભરતી અને ઝડપી પવનના દબાણની અસર થશે નહીં.
આ પુલનું નિર્માણ એપોક્સી-સ્ટ્રેન્ડ્સ વાળા વિશેષ મટિરિયલથી કરવામાં આવ્યુ છે, જેનો ઉપયોગ પરમાણુ રિએક્ટરોના નિર્માણ માટે કરવામાં આવે છે.