Get The App

VIDEO : ચાંદીના સાવરણાથી શ્રીરામના દરબારની થશે સફાઈ, અયોધ્યામાં ભક્તોએ આપી અનોખી ભેટ

રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામ માટે ભક્તો વિવિધ પ્રકારની ભેટ તૈયાર કરે છે

કેટલાક ભક્તોએ ભેગા મળીને ભગવાન શ્રી રામને ચાંદીની સાવરણી ભેટમાં આપી છે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
VIDEO : ચાંદીના સાવરણાથી શ્રીરામના દરબારની થશે સફાઈ, અયોધ્યામાં ભક્તોએ આપી અનોખી ભેટ 1 - image


Silver Broom: 22 જાન્યુઆરીના ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી રહ્યા છે. તેમજ ભક્તો ભગવાન માટે વિવિધ પ્રકારની ભેટ પણ લઈને આવી રહ્યા છે. જેમાં કેટલાક ભક્તોએ મળીને રામ મંદિરમાં ચાંદીની સાવરણી ભેટમાં આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઈન્દોરમાં 11 દિવસમાં બનાવી આ સાવરણી

મધ્યપ્રદેશના બેતુલનો માંગ સમાજ દ્વારા ભગવાન શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મંદિર માટે ચાંદીની સાવરણી બનાવી છે. આ સાવરણી ઈન્દોરમાં 11 દિવસમાં તેને તૈયાર કરવામાં આવી હતી. જેમાં 108 ચાંદીની સડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1751 ગ્રામ વજનની આ સાવરણીની કિંમત અંદાજે 1 લાખ 60 હજાર રૂપિયા છે.

સાવરણીનું નામ શબરી

બેતુલના માંગ સમાજે દેશભરમાં તેના સમુદાયોની મદદથી અઢી કિલો ચાંદીમાંથી સાવરણી બનાવી છે. માંગ સમાજનો દાવો છે કે આ ચાંદીની સાવરણી વિશ્વની પ્રથમ સાવરણી છે. તેમણે શ્રી રામ મંદિર ટ્રસ્ટ પાસે માંગ કરી છે કે આ ઝાડુને શ્રી રામ લલાના ચરણોમાં ગર્ભગૃહમાં રાખવામાં આવે. ચાંદીની સાવરણીનું નામ 'શબરી' રાખવામાં આવ્યું છે.

ચાંદીની સાવરણીની ભેટ શા માટે?

માંગ સમુદાયના આરાધ્ય દેવતા માતંગ ઋષિએ છિંદના કાંટામાંથી સાવરણી બનાવીને સમુદાય માટે આજીવિકાનું સાધન તૈયાર કર્યું હતું. આથી બેતુલના માંગ સમુદાયની આ અનોખી ભેટ વિશે એવું માનવામાં આવે છે કે છિંદના કાંટામાંથી બનેલી સાવરણી આ સમુદાયની આજીવિકાનું સાધન છે, તેથી તેઓએ ભગવાનને ચાંદીની સાવરણી ભેટ આપવાનું નક્કી કર્યું હતું. 

VIDEO : ચાંદીના સાવરણાથી શ્રીરામના દરબારની થશે સફાઈ, અયોધ્યામાં ભક્તોએ આપી અનોખી ભેટ 2 - image


Google NewsGoogle News