સ્ટેડિયમમાં VIP ગેલેરીમાંથી 15 ફૂટ નીચે પડ્યા કોંગ્રેસના મહિલા ધારાસભ્ય, વેન્ટિલેટર પર ચાલી રહી છે સારવાર
Image: Facebook
Congress MLA Uma Thomas Was Injured: કેરળમાં કોંગ્રેસના ધારાસભ્ય ઉમા થોમસ એક સ્ટેડિયમની VIP ગેલેરીથી 15 ફૂટ નીચે પડી ગયા. તેનાથી તેમને ગંભીર ઈજા પહોંચી છે. દુર્ઘટનાના તાત્કાલિક બાદ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમની હાલત ગંભીર છે. સીટી સ્કેન તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના મગજમાં ઈજા પહોંચી છે અને ઘણી પાંસળીઓ તૂટી છે. તેમના ફેફસામાં અને માથા પર પણ ઈજા પહોંચી હતી.
ઉમા થોમસ કેરળના થ્રીક્કાકારા વિધાનસભા વિસ્તારથી ધારાસભ્ય છે. તે 29 ડિસેમ્બરની સાંજે કોચ્ચિના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં એક ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ગેસ્ટ તરીકે ગયા હતા. કાર્યક્રમમાં કેરળના સંસ્કૃતિ મંત્રી સાજી ચેરિયન પણ પહોંચ્યા હતા. ઉમા થોમસ જ્યારે સાજી ચેરિયનનું અભિવાદન કરવા માટે VIP ગેલેરી તરફ જઈ રહ્યા હતા. ત્યારે તે સ્ટેજના કિનારે મૂકેલા ક્યૂ મેનેજર સાથે ટકરાઈ ગયા. જેના કારણે તેઓ લગભગ 15 ફૂટ નીચે પડી ગયા.
હાલ તે રેનાઈ મેડિસિટી હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. કૃષ્ણન ઉન્ની પોલાકુલથે બાદમાં મીડિયા સાથે વાતચીત કરી. આ વાતચીતને પોતે ઉમા થોમસના ફેસબુક પેજ પર પણ શેર કરવામાં આવી. ડો. કૃષ્ણને જણાવ્યું, તેમને મગજ, કરોડરજ્જુ અને ફેફસામાં ઈજા પહોંચી છે. ફેફસામાં લોહી જમા થઈ ગયુ છે, આ પાંસળીઓ તૂટવાના કારણે થયું છે. તે જોખમથી બહાર નથી. આગામી 24 કલાક સુધી તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવશે. જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ તેઓ બેભાન હતા. સૌથી મોટી ચિંતા મગજ અને ફેફસામાં લાગેલી ઈજાને લઈને છે.
આ પણ વાંચો: વિમાનથી મુસાફરી કરવાના છો? બેગના વજનના નવા નિયમ જાણી લેજો, નહીંતર ખિસ્સાં થશે ખાલી
જે ડાન્સ કાર્યક્રમમાં ઉમા થોમસ પહોંચ્યા હતા. તેનું નામ છે મૃદંગ નાદમ. આ કાર્યક્રમનો હેતું એક સાથે ભરતનાટ્યમ નૃત્ય કરનાર સૌથી વધુ ડાન્સર્સ (લગભગ 12,000 લોકો) માટે ગિનીઝ બુકમાં પોતાનું નામ નોંધાવ્યુ હતુ. જો કાર્યક્રમ આયોજકોએ ગેલેરીની તરફ જતાં રસ્તા પર ખુરશીઓની લાઈન લગાવી ન હોત તો આ ઘટના રોકી શકાત.
રિપોર્ટ અનુસાર ફ્રન્ટ રો (જ્યાં ઉમા થોમસ હતા) અને VIP ગેલેરીની વચ્ચે મર્યાદિત જગ્યા જ હતી. દોરડાથી તેની બેરિકેડિંગ કરવામાં આવી હતી. હોસ્પિટલના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઉમા થોમસનો ગ્લાસગો કોમા સ્કેલ સ્કોર 8 હતો. આ સ્કોર મગજ પર ગંભીર ઈજા વિશે જણાવે છે. ગ્લાસગો કોમા સ્કેલનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિની ચેતનાના સ્તરને માપવાનું થાય.
ઉમા થોમસ 2022માં પેટા ચૂંટણી જીતીને થ્રીક્કાકારા વિધાનસભા વિસ્તારથી ધારાસભ્ય બન્યા. આ પેટાચૂંટણી ત્યારે થઈ, જ્યારે ઉમા થોમસના પતિ અને કોંગ્રેસ નેતા પીટી થોમસનું મોત થઈ ગયુ હતું.