ઉત્તર પ્રદેશમાં એક મૌલવીની સામૂહિક ધર્માંતરણ કરાવવાની જાહેરાત, તંત્ર પાસે પરવાનગી પણ માગી
Image: X
Maulana Tauqeer Raza Khan: ઈત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IEMC) ના પ્રમુખ મૌલાના તૌકીર રજા એક વાર ફરી ચર્ચામાં છે. તેમણે 21 જુલાઈએ બરેલીના ખલીલ હાયર સેકન્ડરી સ્કુલમાં સવારે 11 વાગ્યે 5 કપલનું ધર્મ પરિવર્તન કરાવીને તેમને ઈસ્લામ ધર્મ કબૂલ કરાવવા અને સામૂહિક નિકાહ કાર્યક્રમનું આયોજન કરવાનું એલાન કર્યું છે. આ માટે તેમણે જિલ્લા તંત્રને પત્ર લખીને પરવાનગી માગી છે. આ કપલમાં અમુક મધ્ય પ્રદેશ અને બાકી યુપીના અલગ-અલગ જિલ્લાના જણાવાઈ રહ્યાં છે.
મૌલાના તૌકીર રજાએ કહ્યું છે કે સુરક્ષા કારણોસર આ કપલની ઓળખ જાહેર કરવામાં આવી રહી નથી. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે આવા 23 પ્રાર્થના પત્ર છે, જેમાં ઈસ્લામ ધર્મ કબૂલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેમાં 15 યુવતીઓ અને 8 યુવક છે. મૌલાનાએ કહ્યું કે ઘણી મુસ્લિમ યુવતીઓ હિંદુ ધર્મ અપનાવી ચૂકી છે, પરંતુ કોઈ પણ હિંદુ સંગઠને આની પર વિરોધ વ્યક્ત કર્યો નથી. તેથી અમારા આ કાર્યક્રમ પર પણ કોઈ ધાર્મિક સંગઠન વિરોધ વ્યક્ત કરશે નહીં.
તૌકીર રજાએ કહ્યું, અમે પ્રતિબંધ લગાવ્યો હતો કે લાલચ અને કોઈના પ્રેમમાં આવીને કોઈ યુવક કે યુવતી ઈસ્લામ કબૂલ કરવા ઈચ્છે છે તો તેમને તેની પરવાનગી આપવામાં આવશે નહીં પરંતુ છેલ્લા દિવસોથી ખૂબ દબાણ બની રહ્યું હતું, જેમાં સામે આવ્યું કે એવા ઘણાં યુવક-યુવતીઓ છે, જે અભ્યાસ અને કાર્યને સાથે-સાથે કરી રહ્યાં છે. આ કારણે તેમના રિલેશન પણ બની ગયા છે અને ઘણાં સ્થળે તો લિવ-ઈનમાં પણ રહી રહ્યાં છે.
મૌલાનાએ કહ્યું કે આમાંથી ઘણાં યુવક-યુવતીઓ છે જે પહેલા જ ઈસ્લામ ધર્મ અપનાવી ચૂક્યા છે, અમે સામૂહિક કાર્યક્રમમાં તેની જે પ્રક્રિયા હોય છે, તે અનુસાર તેમને ઈસ્લામ કબૂલ કરાવીશું. તૌકીર રજાએ કહ્યું, મને નથી લાગતું કે અમે કોઈ ગેરકાયદેસર કામ કરવા જઈ રહ્યાં છીએ. તમામ પુખ્ત લોકોને પોતાના ધર્મ અને બાબતોનો નિર્ણય કરવાનો અધિકાર છે. જે પાંચ કપલના નિકાહ પહેલા તબક્કામાં થવાના છે, તેમાંથી એક એમપીના છે અને બાકી બરેલીની આસપાસના જ છે.
મૌલાના તૌકીર રજા ખાન કોણ છે
મૌલાના તૌકીર રજા બરેલીના એક ધાર્મિક નેતા છે. તે આલા હજરત ખાનદાનથી આવે છે, જેમણે ઈસ્લામ ધર્મના સુન્ની બરેલવી મસલકની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2001માં ઈત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ નામથી પોતાની રાજકીય પાર્ટી બનાવી હતી. પોતાની પહેલી જ ચૂંટણીમાં તેમની પાર્ટીએ નગરપાલિકાની 10 બેઠકો જીતી હતી. વર્ષ 2009માં રજા કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે મુસ્લિમ મતદાતાઓથી કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણ સિંહ એરનના પક્ષમાં વોટ કરવાની અપીલ કરી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર એરને બરેલીથી ભાજપના 6 વખતના સાંસદ સંતોષ ગંગવારને હરાવ્યા હતા.
સપામાં પાર્ટીનો વિલય કર્યો હતો
ઉત્તર પ્રદેશના બરેલીમાં 2 માર્ચ 2010એ સાંપ્રદાયિક હુલ્લડ ભડકાવવાના આરોપમાં તૌકીર રજાની પોલીસે ધરપકડ કરી હતી. 2012ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તૌકીર રજાએ સમાજવાદી પાર્ટીનું સમર્થન કર્યું હતું. તેમની પાર્ટીએ ભોજીપુરાથી ચૂંટણી પણ જીતી. અખિલેશ યાદવની સરકારે તૌકીર રજાને 2013માં હથકરઘા કોર્પોરેશનના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. તેમણે પોતાની પાર્ટીનું સપામાં વિલય કરવાનું એલાન કર્યું. આ જ વર્ષે મુઝફ્ફરનગરમાં થયેલા હુલ્લડ બાદ તેમણે આ પદ પરથી રાજીનામુ આપી દીધું હતું અને સપાથી સંબંધ તોડવાનું એલાન કર્યું. વર્ષ 2014માં તૌકીર રજાએ માયાવતીની બસપાને સમર્થન આપ્યું.
રજાએ હિંદુઓને ધમકી આપી હતી
વર્ષ 2007માં તૌકીર રજાએ બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીન વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો. તેમણે તસલીમાનું માથુ કાપીને લાવનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી હતી. આ મૌલાનાએ 2022માં બરેલીમાં એક ધાર્મિક આયોજનને સંબોધિત કરતાં હિંદુઓને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું, હું પોતાના હિંદુ ભાઈઓને ચેતવણી આપવા માગુ છુ. મને ડર છે કે જે દિવસે મારા મુસ્લિમ યુવાનોને કાયદો હાથમાં લેવા માટે મજબૂર કરવામાં આવશે, તમને ભારતમાં ક્યાંય છુપાવાનું સ્થાન મળશે નહીં.
આ પણ વાંચો :
'કેદારનાથ' મુદ્દે દિલ્હીથી લઈને ઉત્તરાખંડ સુધી 'બબાલ', જાણો શું છે વિવાદ
'રાજકીય પક્ષોના કારણે જ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસ્યાં', DGPના આરોપથી ખળભળાટ
વિકાસના નામે વિનાશ નીતિ? 20 લાખ વૃક્ષોનું નિકંદન કઢાશે
બજેટમાં મહિલાઓ પર ફોકસ કરાશે, આ યોજના દેશભરમાં લાગુ થવાની આશા