Get The App

અતિ મહત્વની ધાતુઓ શોધવા ઝૂંબેશ હાથ ધરાશે : ભારત તેનો જથ્થો એકત્રિત કરશે

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
અતિ મહત્વની ધાતુઓ શોધવા ઝૂંબેશ હાથ ધરાશે : ભારત તેનો જથ્થો એકત્રિત કરશે 1 - image


- લિથિયમ, કોબાલ્ટ, નિકલ તથા રેર-અર્થસ માટે ઝૂંબેશ

- સરકાર સીધી રીતે 16300 કરોડ રૂપિયા રોકશે જયારે જાહેર સાહસો 18000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે નેશનલ ક્રીટીકલ મિનરલ મિશનને મંજૂરી આપી છે. આ માટે સરકારે ૧૬૩૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જયારે વિવિધ જાહેર સાહસો તેમાં રૂ. ૧૮૦૦૦ કરોડનું રોકાણ કરશે. આ મિશન (અભિયાન) દ્વારા સરકાર અતિ મહત્વની ધાતુઓ અંગેની આયાત ઘટાડવા માગે છે. આ પૈકીની ઘણી ધાતુઓ જેવી કે ઇન્ડીપેનની નિબમાં વપરાતું ઇરીડીયમ, સાયકલનાં હેન્ડલ વગેરે ઉપર લગાડાતું નિકલ, સિક્કા બનાવવામાં પણ વપરાતું નિકલ તો જનસામાન્ય માટેની રોજીંદી જરૂરિયાતો પુરી પાડે છે. ઉપરાંત,

લિથિયમ : ઇલેકિટ્રક વ્હીકલ્સ અને રીન્યુએબલ એનર્જી સ્ટોરેજમાં ઉપયોગી છે.

કોબાલ્ટ : બેટરીનાં ઉત્પાદન અને હાઈ ટેક એપ્લીકેશન્સમાં ઉપયોગી છે.

નિકલ : સ્ટેનલેસ સ્ટીલ અને બેટરી ઉત્પાદનમાં ઉપયોગી છે.

ગ્રેફાઈટ : બેટરીઝ અને લ્યુબ્રિકન્ટસમાં વપરાય છે.

હેરઅર્થસ : ઇલેકટ્રોનિકસ, ટેલીકોમ્યુનિકેશન્સ અને ડીફેન્સ ટેકનોલોજીમાં ઉપયોગી છે.

ઉલ્લેખનીય છે કે રેર-અર્થસ (મહત્વની ધાતુઓ) માં યુરેનિયમ ૨૩૫, (યુ-૨૩૫) યુરેનિયમ-૨૩૮ અને પ્લુટોનિયમ ૨૪૦ સમાવિષ્ટ છે. આ ધાતુઓ એટમ બોંબ બનાવવામાં અનિવાર્ય છે. તેના સૌથી મોટા જથ્થા પશ્ચિમ દક્ષિણ ઓસ્ટ્રેલિયા, રશિયા અને બ્રાઝિલ્સ તથા યુએસમાં પ્રાપ્ય છે. યુરેનિયમની એન્ડ પ્રોડકટ સીસુ છે. માટે જયાં જયાં સીસુ મળી આવે ત્યાં ત્યાં જેમ કે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં યુરેનિયમ હોવાનું જાણવા મળ્યું છે. જયારે મેઘાલયમાં તો, બહુ મોટા પ્રમાણમાં યુરેનિયમ હોવાનું જાણવા મળ્યું છે. સંભવ તે છે કે તે કાઢવામાં ખર્ચ ઘણો થાય તેમ છે તે ધાતુનું મહત્વ જોતાં ખર્ચનો વિચાર કરાય નહીં.

સરકારે આ ઉક્ત ધાતુઓના સંશોધનમાં જાહેર સાહસોને પણ કામે લગાડયાં છે.

આ ઉપરાંત ખાનગી ક્ષેત્રને પણ તેમાં જોડવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત જે દેશો પાસે રેર-અર્થ્સ (બહુ ઓછા પ્રમાણમાં મળતી પરંતુ મહત્વની ધાતુઓ) નો જથ્થો વધારવા સરકારે નિર્ણય લીધો છે. સાથે મિનરલ-પ્રોસેસિંગ પાર્કસ અને તે ક્રીટીકુલા મિનરલ્સનાં રીસાયકલિંગ પ્રોસેસ માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તે માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન ક્રીટીકલ મિનરલ્સ ઉપરાંત ક્રિટિકલ મિનરલ ટેકનોલોજીસ ઉપર સંશોધન કરવા વિવિધ સ્થળે સંશોધન કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ અંગે વિત્તમંત્રી નિર્મલા સીતારામને ગયા બજેટ ૨૦૨૪-૨૫ના બજેટમાં ફાળવણી કરી હતી.


Google NewsGoogle News