વેપારીએ ખરીદી 5 કરોડની કાર, રજિસ્ટ્રેશનનો ખર્ચ એટલો કે 4 નવી ગાડી આવી જાય

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
વેપારીએ ખરીદી 5 કરોડની કાર, રજિસ્ટ્રેશનનો ખર્ચ એટલો કે 4 નવી ગાડી આવી જાય 1 - image


- આ ટોપ મોડલ છે જે અબજોપતિઓ માટે બનાવવામાં આવ્યુ છે

જયપુર, તા. 02 નવેમ્બર 2023, ગુરૂવાર

જયપુરમાં એક વેપારીએ 5 કરોડ રૂપિયાની નવી કાર ખરીદી છે. આ કારના આરટીઓ રજિસ્ટ્રેશનનો ખર્ચ 40 લાખ રૂપિયાથી વધુનો આવ્યો છે. લેમ્બોરગિની કંપનીની આ કાર 5 કરોડ રૂપિયાથી વધુ કિંમતની છે. એટલે કે આ કિંમતમાં 7 લાખ રૂપિયાની કિંમતની 6 ગાડીઓ આવી જાય છે જે પાંચ સદસ્યોના પરિવાર માટે કાફી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સમગ્ર વિશ્વમાં કારના આ મોડલની માત્ર 1999 યુનિટ જ બની છે. આ કાર માટે લાંબા સમયનું વેઈટિંગ હતું અને લાંબા સમય સુધી રાહ જોયા બાદ વેપારીને આ કાર મળી છે. 

જ્યારે આ કાર રજિસ્ટ્રેશન માટે જયપુર આરટીઓ ઓફિસ પહોંચી તો ત્યાં ફોટો લેવા માટે આરટીઓ ઓફિસમાં લાઈન લાગી હતી. કારને જોવા માટે અને તેને સ્પર્શ કરવા માટે લોકોની સંખ્યા સતત વધતી જ રહી. 

જયપુરના હીરા વેપારીએ આ કાર ખરીદી છે. આ ટોપ મોડલ છે જે અબજોપતિઓ માટે બનાવવામાં આવ્યુ છે. હોલીવુડના મોટા સુપરસ્ટાર, દુનિયાના મોટા બિઝનેસમેન આ મોડલની કારનો ઉપયોગ કરે છે. 

ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ જયપુરમાં આ જ પ્રકારની કાર નજર આવી હતી. આ જ મોડલની એક કારને ખોટી જગ્યાએ પાર્ક કરવામાં આવી હતી. તો પોલીસ કર્મચારીએ 5 હજાર રૂપિયાનું ચલાન ફટકાર્યું હતું. કાર નેશનલ શૂટર વિવાન કપૂરની હતી. 


Google NewsGoogle News