કલેક્ટરને પીવા માટે નકલી 'Bilseri' મળતાં, હજારો બોટલ પર ફેરવી નાખ્યું બુલડોઝર
Image: Freepik
Fake Water Bottle: ઉત્તર પ્રદેશના બાગપતથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ત્યાંના ડીએમ જિતેન્દ્ર પ્રતાપ સિંહને પીવા માટે 'બિસલેરી' પાણીની બોટલના બદલે 'બિલસેરી' પાણીની બોટલ આપવામાં આવી. આ જોઈને જિલ્લાધિકારી ચોંકી ગયા. જે બાદ ડીએમે બાગપતમાં નકલી પીવાનું પાણી અને ખાદ્ય ઉત્પાદનો વેચનાર પર આકરી કાર્યવાહી કરી.
બાગપતના ડીએમ જિતેન્દ્ર પ્રતાપ સિંહ અને પોલીસ અધિકારી અર્પિત વિજયવર્ગીય 'બાગપત જિલ્લા સંપૂર્ણ સમાધાન દિવસ' બાદ જિલ્લાની પોલીસ ચોકી પહોંચ્યા. ત્યારે જિલ્લાધિકારી અને પોલીસ અધિકારીની સામે ટેબલ પર એક પાણીની બોટલ આપવામાં આવી. આ કોઈ બિસલેરી કંપનીની નહીં પરંતુ બિલસેરીની પાણીની બોટલ હતી. જેની પર ફૂડ લાયસન્સ નંબર પણ લખેલો નહોતો.
આ મૂળ બ્રાન્ડની પૂરી નકલ અને ગેરકાયદે સાબિત થઈ રહી હતી. જિલ્લાધિકારીએ તાત્કાલિક ખાદ્ય સુરક્ષા વિભાગને પોલીસ ચોકી પર બોલાવ્યા અને પાણીની શુદ્ધતાની તપાસ કરવાના આદેશ આપ્યા. મદદનીશ ખાદ્ય સુરક્ષા કમિશનર માનવેન્દ્ર સિંહે નિવાડા પોલીસ ચોકીથી બિલસેરી નામના પાણીના સંબંધિત પૂછપરછ કરવામાં આવી કે પાણીની બોટલ ક્યાંથી લેવામાં આવી. જેમાં સંબંધિત પોલીસે જણાવ્યું કે 'આ ગૌરીપુરની દુકાનથી ખરીદવામાં આવી છે.'
2,663 બોટલો પર બુલડોઝર ચલાવ્યુ
બોટલના લેબલ પર લીલા રંગથી નામ છુપાયેલુ હતુ. જેને સામાન્ય જનતાને ગુમરાહ કરીને અસલી બ્રાન્ડના નામ પર વેચવામાં આવી રહી હતી. જેની પર ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમે પાણીનો નમૂનો એકત્ર કરીને લેબોરેટરી મોકલ્યો. સાથે જ ઘટના સ્થળે મળેલી 2,663 બોટલોને તાત્કાલિક બુલડોઝર ચલાવીને નષ્ટ કરાવ્યું. સાથે જ ગોડાઉનની પાસે લાયસન્સ ન હોવા પર ચલણ બનાવીને નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને ગોડાઉનને તાત્કાલિક પ્રભાવથી બંધ કરી દેવામાં આવ્યું, જેને લાયસન્સ પ્રાપ્ત કર્યા બાદથી જ સંચાલિત કરવાના આદેશ આપવામાં આવ્યા.
હરિયાણાથી સપ્લાય કરવામાં આવ્યો
ભીમ સિંહથી પૂછપરછ કરવા પર જાણ થઈ કે નકલી બ્રાન્ડની પાણીની બોટલો હરિયાણાથી બાગપત જિલ્લાની અન્ય દુકાનો પર સપ્લાય કરવામાં આવે છે. આ સંબંધિત જિલ્લાધિકારીએ ટીમની રચના કરીને કાર્યવાહીના આદેશ આપ્યા છે. સામાન્ય જનતાને મૂળ બ્રાન્ડના નામ પર કોઈ પણ નકલી ખાદ્ય અને પીવાના પદાર્થ વેચવામાં આવે નહીં અને જો કોઈ વેચતુ પકડાયું તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે ડીએમએ શું કહ્યું?
ડીએમએ એ પણ આદેશ આપ્યા છે કે મોટા પાયે જૂની શાકભાજી વેચનાર અને ચટણીમાં રંગ મિક્સ કરીને વેચનાર હોટલોને ચિહ્નિત કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જિલ્લાધિકારીએ આ સ્થિતિને ગંભીરતાથી લેતાં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગને આદેશ આપ્યા છે કે જિલ્લામાં સક્રિય આવા તમામ પ્રતિષ્ઠાનોની તપાસ કરવામાં આવે જે બ્રાન્ડેડ ઉત્પાદનોની નકલ કરીને નકલી સામાન વેચી રહ્યાં છે. આ સંબંધિત જિલ્લાધિકારીએ કહ્યું કે 'નકલી ઉત્પાદનોના વેચાણથી ન માત્ર ગ્રાહકોને દગો મળી રહ્યો છે પરંતુ આ તેમના આરોગ્યની સાથે પણ રમત છે. આવા મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેથી બજારથી નકલી વસ્તુઓના વેચાણને રોકવામાં આવી શકે.'