Get The App

પૂણેમાં પોર્શે કાર દ્વારા અકસ્માત મામલે મોટું ટ્વિસ્ટ, ફેમિલી ડ્રાઈવરે કહ્યું - 'કાર હું ચલાવી રહ્યો હતો..'

Updated: May 24th, 2024


Google NewsGoogle News
પૂણેમાં પોર્શે કાર દ્વારા અકસ્માત મામલે મોટું ટ્વિસ્ટ, ફેમિલી ડ્રાઈવરે કહ્યું - 'કાર હું ચલાવી રહ્યો હતો..' 1 - image


Image: Facebook

Pune Porsche Crash Case: પૂણેમાં પોર્શે ક્રેશ મામલે એક મોટું ટ્વિસ્ટ સામે આવ્યું છે. 17 વર્ષના આરોપીએ દાવો કર્યો છે કે દુર્ઘટનાના સમયે તે કાર ચલાવી રહ્યો નહોતો પરંતુ ફેમિલી ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. દુર્ઘટનાના સમયે આરોપીની સાથે હાજર તેના સાથીઓએ પણ આ દાવાનું સમર્થન કર્યું છે. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી રિયલ એસ્ટેટ ડેવલોપર વિશાલ અગ્રવાલનો પુત્ર છે. પૂણેના કલ્યાણી નગરમાં પૂર ઝડપે બાઈકસવાર બે એન્જિનિયરોને કચડી નાખ્યા હતા. બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

પોલીસનું કહેવું છે કે સગીર આરોપી નશામાં ધૂત 2.5 કરોડની સુપરકાર ડ્રાઈવ કરી રહ્યો હતો. એક દિવસ પહેલા જ પૂણેની કોર્ટે આરોપીના જામીન કેન્સલ કરી દીધા અને તેને 5 જૂન સુધી કસ્ટડીમાં મોકલી દેવાયો. મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે જુવેનાઈલ બોર્ડે આરોપીને 300 શબ્દોનો નિબંધ લખીને અને 7500 રૂપિયાના બે બોન્ડ ભરીને જામીન આપવાનો આદેશ આપ્યો હતો. જોકે વંચિત બહુજન અઘાડી પાર્ટીના ચીફ પ્રકાશ આંબેડકરે આ મામલે સવાલ ઊભા કરી દીધા. 

મામલે ટ્વિસ્ટ આવ્યા બાદ પોલીસ ફેમિલી ડ્રાઈવરની પણ પૂછપરછ કરી રહી છે. તેણે પોતાના પહેલા નિવેદનમાં કહ્યું હતું કે દુર્ઘટનાના સમયે તે જ કાર ચલાવી રહ્યો હતો. વિશાલ અગ્રવાલે પણ દાવો કર્યો હતો કે તેમણે જ ડ્રાઈવરને કામ પર રાખ્યો હતો. વિશાલ અગ્રવાલનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી દેવાયો છે અને ઘટના સંબંધિત જાણકારી એકત્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

પૂણે ક્રાઈમ બ્રાન્ચે આરોપી સગીરના દાદા સુરેન્દ્ર અગ્રવાલની પણ પૂછપરછ કરી. પોલીસે સુરેન્દ્ર અગ્રવાલની તેમના પુત્ર અને પૌત્ર વિશે જાણકારી મેળવવા માટે પૂછપરછ કરી. હાલ સગીર પર નશામાં ગાડી ચલાવવાનો આરોપ છે જે માટે તેને 6 મહિનાની જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. જો સગીરને પુખ્ત માનીને કેસ ચલાવવામાં આવે છે તો તેની પર બદઈરાદે હત્યાનો કેસ ચાલશે.

જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં સગીર તરફથી કેસ લડનાર વકીલનું કહેવું છે કે કોઈને પણ પુખ્ત માનવામાં આવે કે નહીં એ નક્કી કરવામાં પણ બે મહિનાનો સમય લાગી શકે છે. તેમાં મનોચિકિત્સકો, સલાહકારો સહિત ઘણા રિપોર્ટ જોઈશે. 


Google NewsGoogle News