Get The App

મધ્યપ્રદેશના ધારમાં મોટી દુર્ઘટના, એક બાઈક પર જતાં 4 લોકો કૂવામાં ખાબકતાં મોત

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
મધ્યપ્રદેશના ધારમાં મોટી દુર્ઘટના, એક બાઈક પર જતાં 4 લોકો કૂવામાં ખાબકતાં મોત 1 - image


Image: Wikipedia

Big Tragedy in The Dhar: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ઝડપી મોટર સાઈકલ કૂવામાં પડી જવાથી ચાર યુવકોના મોત નીપજ્યા. ઘટના ગુરુવારે રાત્રે લગભગ 11.50 વાગે જિલ્લા કાર્યાલયથી લગભગ 60 કિલોમીટર દૂર છોટી ઉમરબંધ અને મુંડલા ગામની વચ્ચે થઈ. તમામ મુંડલાના રહેવાસી હતાં. જાણકારી અનુસાર તમામ એક બાઈકથી પોતાના ગામ પાછા ફરી રહ્યાં હતાં. 

આ પણ વાંચો: મધ્યપ્રદેશના મહૂમાં ભયાનક અકસ્માત, ટેન્કર-ટ્રાવેલર વચ્ચે ટક્કરમાં 4ના મોત, 10 ઈજાગ્રસ્ત

એક જ બાઈક પર સવાર હતાં ચારેય

મનવરના ઈશ્વર સિંહ ચૌહાણે જણાવ્યું કે એક જ બાઈક પર સવાર ચાર લોકો એક આકરા વળાંક પર ખુલ્લા કૂવામાં પડી ગયા. અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ સંદીપ (19), અનુરાગ (22), મનીષ (20) અને રોહન (19) તરીકે થઈ છે. આ તમામ એક લગ્ન કાર્યક્રમમાં સામેલ થયા બાદ છોટી ઉમરબંધથી મુંડલા ગામ પાછા ફરી રહ્યાં હતાં. 

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા

અધિકારીએ જણાવ્યું કે 'પોલીસે મૃતદેહોને કૂવામાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.'


Google NewsGoogle News