બજેટમાં લક્ષદ્વીપને મળી ભેટ, દેશના અન્ય ટાપુઓની કાયાપલટ માટે મેગા પ્રોજેક્ટ શરૂ

બજેટથી કેન્દ્ર સરકારે માલદીવને જોરદાર ઝટકો આપ્યો

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
બજેટમાં લક્ષદ્વીપને મળી ભેટ, દેશના અન્ય ટાપુઓની કાયાપલટ માટે મેગા પ્રોજેક્ટ શરૂ 1 - image


Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, આ વચગાળાના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રની મોદી સરકારની ઘણી સિદ્ધિઓ ગણાવી, સાથે જ ઘણી મોટી જાહેરાતો પણ કરી છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યું કે ' 2025માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બજેટ વધારીને 11.11 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. લક્ષદ્વીપ સહિતના દેશના અન્ય ટાપુઓ પરિવહન સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ કનેક્ટિવિટી અને સુવિધાઓ વધારવા માટે અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આનાથી સ્થાનિક લોકોને પણ રોજગારી પણ મળશે.'

ભારતમાં પ્રવાસનનો વ્યાપ વધ્યો: નાણામંત્રી

નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે G20 સમિટ દરમિયાન વિશ્વભરના લોકોએ ભારતની વિવિધતાને ખૂબ નજીકથી જોઈ છે. આપણો દેશ પ્રવાસન માટે એક મોટા સ્થળ તરીકે ઉભરી આવ્યો છે. મધ્યમ વર્ગ પણ પર્યટન સ્થળો પર જવા લાગ્યા છે. તેને હવે નવી જગ્યાઓ વિશે જાણવામાં રસ છે. ભારતને વૈશ્વિક સ્તરે ટુરિઝમ હબ બનાવવા માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવામાં આવશે. ઉપરાંત પ્રવાસન કેન્દ્રોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. સુવિધાઓ અને સેવાઓની ગુણવત્તાના આધારે રેટિંગ આપવા માટે એક માળખું બનાવવામાં આવશે.'

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. આ પછી લોકો કહેવા લાગ્યા કે, હવે ભારતીયોએ માલદીવ નહીં પણ લક્ષદ્વીપ જવું જોઈએ.આ દરમિયાન માલદીવની મુઈઝુ સરકારમાં મંત્રી મરિયમ શિયુનાએ કેટલીક વાંધાજનક પોસ્ટ કરી હતી. આ સિવાય તે લક્ષદ્વીપની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા. આ વિવાદને ધ્યાનમાં રાખીને બજેટમાં લક્ષદ્વીપ અને ટાપુ સમૂહોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News