કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 40000 કરોડના ખર્ચે ભારતમાં તૈયાર થશે બે પરમાણુ સબમરીન
Image: Facebook
Indian Navy: ભારત સરકારની CCS એટલે કે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરીનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. તેનાથી ભારતીય નૌસેનાની વ્યૂહાત્મક અને આક્રમક શક્તિમાં વધારો થશે. આ સબમરીનના બનવાથી નૌસેનાની શક્તિ હિંદ મહાસાગર વિસ્તાર અને દક્ષિણ ચીન સાગરમાં વધી જશે.
આ સબમરીનને વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં બનાવવામાં આવશે. આને બનાવવામાં લાર્સેન એન્ડ ટુબ્રો જેવી ખાનગી કંપનીઓની મદદ પણ લેવામાં આવી શકે છે. સબમરીન 95 ટકા સુધી સ્વદેશી હશે. આ સબમરીન અરિહંત ક્લાસથી અલગ હશે. આને પ્રોજેક્ટ એડવાન્સ્ડ ટૅક્નોલૉજી વેસલ હેઠળ બનાવવામાં આવશે.
હજુ બે સબમરીન બનશે, તે બાદ વધુ ચાર બનાવવામાં આવી શકે છે. ભારતે તાજેતરમાં જ પોતાની બીજી SSBN એટલે કે પરમાણુ સબમરીન INS અરિહંત કમિશનની છે. આગામી વર્ષની અંદર ભારતીય નૌસેનામાં અલગ-અલગ પ્રકારના ઘણા યુદ્ધજહાજ અને સબમરીન ઉમેરાશે.
કયા-કયા યુદ્ધ જહાજ સામેલ થશે
આ 12 યુદ્ધ જહાજોમાં ફ્રિગેટ્સ, કોર્વેટ્સ, ડેસ્ટ્રોયર્સ, સબમરીન અને સર્વે વેસલ પણ છે. નૌસેનામાં આ સામેલ થવાથી ઇન્ડિયન ઓશન રીઝન(IOR)માં સુરક્ષાનું સ્તર વધી જશે.
ડેસ્ટ્રોયર્સ
આઈએનએસ વિશાખાપટ્ટનમ
વિશાખાપટ્ટનમ ક્લાસમાં ચાર યુદ્ધ જહાજ સામેલ છે. વિશાખાપટ્ટનમ પોતાના ક્લાસનું મુખ્ય યુદ્ધ જહાજ છે. જે આ વર્ષે ડિસેમ્બરમાં નૌસેનામાં સામેલ થશે. આમાં અમુક અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. આ વર્ષે ડિસેમ્બરમાં આ ક્લાસનું આઈએનએસ સુરત પણ સામેલ છે.
આ ક્લાસના ડેસ્ટ્રોયર્સમાં 32 બરાક 8 મિસાઈલો, 16 બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ 4 ટોર્પિડો ટ્યૂબ્સ, 2 એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર્સ, 7 પ્રકારના ગન્સ હોય છે. ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર તહેનાત છે. આ એવા યુદ્ધજહાજ છે. જેનાથી સતત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સબમરીન
આઈએનએસ વાઘશીર
આ કલવારી ક્લાસ એટલે કે સ્કોર્પીન ક્લાસની ડીઝલ-ઈલેક્ટ્રિક એટેક સબમરીન છે. આ સબમરીન આ વર્ષે ડિસેમ્બરમાં તહેનાત થઈ જશે. આ એન્ટી-સરફેસ, એન્ટી-સબમરીન યુદ્ધમાં માહિર છે. આઈએનએસ વાઘશીર ઘણા મિશન કરી શકે છે. જેમ કે સપાટી વિરોધી યુદ્ધ, સબમરીન વિરોધી યુદ્ધ, ગુપ્ત માહિતી ભેગી કરવી, દરિયાઈ સુરંગ બનાવવી, વિસ્તાર સર્વેલન્સ વગેરે. સબમરીનને ઓપરેશન દરમિયાન તમામ સ્થિતિમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આની લંબાઈ લગભગ 221 ફૂટ, બીમ 20 ફૂટ અને ઊંચાઈ 40 ફૂટ હોય છે. પાણીની સપાટી પર તેની ગતિ 20 KM પ્રતિકલાક છે. પાણીની અંદર આ 37 કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી ચાલે છે. આ 50 દિવસ સુધી પાણીની અંદર પસાર કરી શકે છે. મહત્તમ 350 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે. આમાં 8 સૈન્ય અધિકારી અને 35 સેલર તહેનાત કરવામાં આવી શકે છે.
આની અંદર એન્ટી-ટોરપીડ કાઉન્ટરમેજર સિસ્ટમ લાગેલી છે. આ સિવાય 533 મિમીના 6 ટોરપીડો ટ્યૂબ્સ હોય છે, જેનાથી 18 એસયુટી ટોરપીડોસ કે એસએમ.39 એક્સોસેટ એન્ટી-શિપ મિસાઈલ લોન્ચ કરવામાં આવી શકે છે. આ સિવાય આ પાણીની અંદર 30 સમુદ્રી બારુદી સુરંગ પાથરી શકે છે.
સર્વે વેસલ
આઈએનએસ સંશોધક
આ આગામી વર્ષે જૂનમાં નેવીમાં સામેલ થશે. આ સંધ્યક ક્લાસની સર્વે શિપ છે. આની મદદથી નૌસેના સમુદ્રની નીચે અને ઉપર કોઈ પણ પ્રકારનું રિસર્ચ અને સર્વે મિશન કરી શકે છે.
આઈએનએસ નિર્દેશક
આ પણ સંધ્યક ક્લાસનો સર્વે વેસલ છે. આ વર્ષે ઓગસ્ટમાં આ સામેલ થઈ ચૂકી છે. આમાં એડવાન્સ હાઈડ્રોગ્રાફિક તપાસ કરવાની ક્ષમતા છે. સાથે જ આ નૌસેનાના મેરિટાઈમ ઓપરેશન અને સુરક્ષિત નેવિગેશનમાં મદદ કરશે.
કૉર્વેટ્સ
આઈએનએસ અરનાલા
આ વર્ષે નવેમ્બરમાં આ નેવીને મળશે. આનું ડિસ્પ્લેસમેન્ટ 900 ટન હશે. આ લગભગ 255 ફૂટ લાંબુ છે. બીમ 34 ફૂટ ઊંચી છે. આ મહત્તમ 46 km/hr ની ઝડપથી ચાલશે. આની રેન્જ 3300 km છે. આ યુદ્ધજહાજ પર 7 અધિકારીઓ સહિત 57 નૌસૈનિક તહેનાત થઈ શકે છે.
આમાં ASW કોમ્બેટ સૂઈટ લાગેલું છે, જે દુશ્મનના હુમલાથી ટકરાવા માટે હથિયારોને તૈયાર કરશે. તેની પર નજર રાખશે. આની પર 4 પ્રકારના મેનેજમેન્ટ સિસ્ટમ લાગેલી છે, જે યુદ્ધમાં યુદ્ધજહાજને સહી-સલામત રાખવામાં મદદ કરશે. RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર લાગેલુ હશે. આ 213 mmની એન્ટી-સબમરીન રોકેટ સિસ્ટમ છે, જે દુશ્મનની સબમરીનની ઉપર તાબડતોડ રોકેટ ફાયરિંગ કરે છે.
આ સિવાય આની પર 6 હળવા વજન ધરાવતાં ASW ટોરપીડો લાગેલા છે. સાથે જ એન્ટી-સબમરીન સમુદ્રી બારુદી સુરંગો રહેશે. આઈએનએસ અરનાલા પર 30 મિલિમીટરની એક CRN-91 નેવલ ગન હશે. આ એક ઓટોમેટિક ગન હોય છે, જે દર મિનિટે 550 ગોળીઓ દાગી શકે છે એટલે કે દુશ્મનનું જહાજ તૂટી પડશે. આની રેન્જ 4 km છે. આ સિવાય 2 ઓએફટી 12.7 મિલિમીટર એમ2 સ્ટેબ્લાઈઝ્ડ રિમોટ કંટ્રોલ્ડ ગન લાગેલી હશે. આ ભારતીય નૌસેનાનું વોટર જેટ પ્રોપલ્શન પાવર્ડ સિસ્ટમથી લેસ સૌથી મોટું યુદ્ધ જહાજ હશે.
આઈએનએસ માહે
આ આગામી વર્ષે ઓગસ્ટમાં મળનાર ASW-SWC કૉર્વેટ છે. આ એક માઈનસ્વીપર છે. આ સિવાય આમાં બધું જ અરનાલા જેવું જ હશે.
ફ્રિગેટ્સ
આઈએનએસ તમાલા
આ તલવાર ક્લાસનું ફ્રિેગેટ છે. આને ફેબ્રુઆરી 2025માં નૌસેનામાં સામેલ કરવામાં આવશે. આ યુદ્ધ જહાજોનું સમુદ્રમાં ડિસ્પ્લેસમેન્ટ 3850 ટન હોય છે. લંબાઈ 409.5 ફૂટ, બીમ 49.10 ફૂટ અને ડ્રોટ 13.9 ફૂટ છે. આ યુદ્ધ જહાજ સમુદ્રમાં મહત્તમ 59 km/hrની ઝડપથી ચાલે છે.
આ યુદ્ધ જહાજ 18 અધિકારીઓ સહિત 180 સૈનિકોને લઈને 30 દિવસ સુધી સમુદ્રમાં તહેનાત રહી શકે છે. આ યુદ્ધ જહાજ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમથી લેસ છે. સાથે જ 4 કેટી-216 ડિકોય લોન્ચર્સ લાગેલા છે. આ સિવાય આમાં 24 Shtil-1 મીડિયમ રેન્જની મિસાઈલ તહેનાત છે.
8 ઈગલા-1ઈ, 8 વર્ટિકલ લોન્ચ એન્ટી-શિપ મિસાઈલ ક્લબ, 8 વર્ટિકલ લોન્ચ એન્ટી-શિપ અને લેન્ડ એટેક બ્રહ્મોસ મિસાઈલ પણ તહેનાત છે. આમાં એક 100 મિલિમીટરની A-190E નેવલ ગન લાગેલી છે. આ સિવાય એક 76 mmની ઓટો મેલારા નેવલ ગન લાગેલી છે. 2 AK-630 સીઆઈડબલ્યુએસ અને 2 કશ્તાન સીઆઈડબલ્યુએસ ગન લાગેલી છે.
આ જોખમી બંદૂકો સિવાય બે 533 મિલિમીટરની ટોરપીડો ટ્યૂબ્સ છે અને એક રોકેટ લોન્ચર પણ તહેનાત કરવામાં આવી છે. આ યુદ્ધ જહાજ પર એક કામોવ-28 કે એક કામોવ-31 કે ધ્રુવ હેલિકોપ્ટર લેસ હોઈ શકે છે. આવી જ આઈએનએસ તુશીલ છે. આ વર્ષે આ સપ્ટેમ્બરમાં નૌસેનાને મળશે.
આઈએનએસ નીલગિરી
આ યુદ્ધજહાજ આ વર્ષે ડિસેમ્બરમાં સેનાને મળી જશે. આના આગામી ફ્રિગેટ્સ આઈએએસ ઉદયગિરી આગામી વર્ષે માર્ચ, આઈએનએસ હિમગિરી ઓગસ્ટમાં નૌસેનામાં મળશે. નીલગિરી ક્લાસ ફ્રિગેટ્સ હકીકતમાં ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ્સ છે. આને મજગાંવ ડોક અને ગાર્ડેન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ બનાવી રહ્યાં છે. જેના હેઠળ સાત યુદ્ધ જહાજ બનાવવામાં આવી રહ્યાં છે.
આમાં પાંચ લોન્ચ થઈ ચૂકી છે જે 2025 સુધી ભારતીય નૌસેનામાં સામેલ થઈ જશે. આ ફ્રિગેટ્સ 6670 ટન ડિસ્પ્લેસમેન્ટ કરે છે. આમાં 32 બરાક-8 મિસાઈલો, 8 બ્રહ્મોસ મિસાઈલો, 2 વરુણાસ્ત્ર ટોરપીડો લોન્ચર, 2 એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર, ત્રણ ગન્સ લાગેલી હોય છે. આ સિવાય આની પર ધ્રુવ અને સીકિંગ હેલિકોપ્ટર તહેનાત થઈ શકે છે. ચાર કવચ ડિકોય લોન્ચર્સ લાગેલા છે. 2 ટોરપીડો કાઉન્ટરમેજર્સ સિસ્ટમ લાગેલી છે.