ડિજિટલ પેમેન્ટમાં કરાશે મોટો ફેરફાર, ઓનલાઈન ફ્રોડ પર સકંજો કસવા સરકારે તૈયાર કર્યો પ્લાન

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ડિજિટલ પેમેન્ટમાં કરાશે મોટો ફેરફાર, ઓનલાઈન ફ્રોડ પર સકંજો કસવા સરકારે તૈયાર કર્યો પ્લાન 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર

ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના સતત વધતા બનાવના કારણે સરકાર ડિજિટલ પેમેન્ટ પ્રોસેસમાં અમુક પરિવર્તન કરવાની તૈયારી કરી રહી છે. સરકાર બે એવા લોકોની વચ્ચે પહેલી વખત થનારા ટ્રાન્જેક્શન માટે લાગનાર લઘુતમ સમયને વધારવા પર વિચાર કરી રહી છે. મળતી માહિતી અનુસાર બે યૂઝર્સ વચ્ચે 2000 રૂપિયાથી વધુના તમામ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્જેક્શન માટે ટાઈમ લિમિટ 4 કલાક સેટ થઈ શકે છે.

જોકે, નવી પ્રક્રિયાને લઈને આશા છે કે તેનાથી ડિજિટલ પેમેન્ટ્સમાં અમુક ઘટાડો થઈ શકે છે પરંતુ અધિકારીઓનું માનવુ છે કે સાઈબર સિક્યોરિટીની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આ જરૂરી છે. જો આ પ્લાન ફાઈનલ થાય છે તો Immediate Payment Service (IMPS), Real Time Gross Settlement (RTGS) और Unified Payments Interface (UPI) દ્વારા થનારી ડિજિટલ પેમેન્ટ આ દાયરામાં આવી શકે છે.

ઉદાહરણ તરીકે અત્યારે જો કોઈ યૂઝર નવુ UPI એકાઉન્ટ ક્રિએટ કરે છે તો તે પહેલા 24 કલાકમાં મહત્તમ 5000 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી શકે છે. આ રીતે NEFT માં બેનિફિશિયરી એડ કર્યા બાદ પહેલા 24 કલાકમાં 50,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકે છે પરંતુ પ્રસ્તાવિત નવા પ્લાન અનુસાર જો કોઈ યૂઝર કોઈ એવા યૂઝરને 2000 રૂપિયાથી વધુ પહેલી વખત મોકલે છે, જેની સાથે પહેલા ક્યારેય ટ્રાન્જેક્શન થયુ નથી તો 4 કલાકનો ટાઈમ લિમિટ લાગુ થશે. 

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે અમે પહેલી વખત કરવામાં આવી રહેલા 2000 રૂપિયાથી વધુના ડિજિટલ ટ્રાન્જેક્શન માટે 4 કલાકનો ટાઈમ લિમિટ સેટ કરવાનું વિચારી રહ્યા છીએ. આ વિશે સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, ઘણી પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર બેન્ક અને ટેક કંપનીઓ જેમ કે ગૂગલ અને Razorpay સહિત ઈન્ડસ્ટ્રી સ્ટોકહોલ્ડર્સ સાથે મંગળવારે થનારી એક બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવશે.

2022-23 માં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ ફ્રોડ

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2022-23 માં ડિજિટલ પેમેન્ટ કેટેગરીમાં બેંકોએ સૌથી વધુ ફ્રોડ નોટિસ કર્યા. આ વાતની જાણકારી RBI Annual Report 2022-23 માં કરવામાં આવી. નાણાકીય વર્ષ 2023માં બેન્કિંગ સિસ્ટમમાં કુલ 13,530 ફ્રોડ કેસ રજિસ્ટર થયા જેમાં 30,252 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ. જેમાંથી લગભગ 49 ટકા (6,659 કેસ) ડિજિટલ પેમેન્ટ એટલે કે કાર્ડ/ઈન્ટરનેટ કેટેગરીમાં થયા.

ઉલ્લેખનીય છે કે હાલ ડિજિટલ પેમેન્ટના નિયમોમાં પરિવર્તનને લઈને હજુ ઈનફોર્મલ ડિસ્કશન જ થઈ રહ્યુ છે પરંતુ આ વિશે વિચાર-વિમર્શની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાજેતરમાં જ કોલકાતાના પબ્લિક સેક્ટર લેન્ડર UCO બેન્કે પોતાના એકાઉન્ડ હોલ્ડર્સના ખાતામાં IMPS દ્વારા 820 કરોડ રૂપિયા ક્રેડિટ થવાની જાણકારી આપી.

ગયા અઠવાડિયે યૂકો બેન્કે એક નિવેદનમાં કહ્યુ હતુ કે 10-13 નવેમ્બર વચ્ચે IMPS માં ટેક્નિકલ ખામીના કારણે બીજી બેન્કોના ખાતાધારકો દ્વારા કરવામાં આવેલા અમુક ટ્રાન્જેક્શન થયા અને યૂકો બેન્કના ખાતાધારકોના ખાતામાં રિસીપ્ટ વિના ક્રેડિટ થઈ ગયા. હવે આ મામલાના CBIને સોંપી દેવાયો છે.

28 નવેમ્બર એટલે કે મંગળવારે નાણા મંત્રાલય હેઠળ આવનાર ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસેઝ એક બેઠકનું આયોજન કરી રહ્યા છે જેમાં સરકાર અને પ્રાઈવેટ સ્ટેકહોલ્ડર્સની સાથે ડિજિટલ પેમેન્ટ ફ્રોડ, ફાયનાન્સિયલ ક્રાઈમ અને સાઈબરસિક્યોરિટી સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવામાં આવશે જેથી ફ્રોડ એક્વિટિી પર લગામ કસી શકાય.


Google NewsGoogle News