Get The App

ઈલેક્ટ્રિક વાહનોની ઈકો સિસ્ટમ મજબૂત કરવા બજેટમાં જાહેરાત, સરકાર કરશે ખાસ વ્યવસ્થા

નાણામંત્રીએ વચગાળાના બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોને લઈને મહત્ત્વની જાહેરાત કરી

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
ઈલેક્ટ્રિક વાહનોની ઈકો સિસ્ટમ મજબૂત કરવા બજેટમાં જાહેરાત, સરકાર કરશે ખાસ વ્યવસ્થા 1 - image


Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું. જેમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે 'સરકાર ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપવા માટે ઈલેક્ટ્રિક વાહન ઈકોસિસ્ટમનું વિસ્તાર કરશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક માટે ઈ-બસને પ્રોત્સાહિત કરવામાં આવશે.'

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ કહ્યું,'અમારી સરકાર મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઈ-વ્હીકલ ઈકોસિસ્ટમના વિસ્તાર કરશે અને તેને મજબૂત કરવા પર પણ કામ કરશે. પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમના માધ્યમથી જાહેર પરિવહન નેટવર્ક માટે વધુને વધુ ઈ-બસો મુકવામાં આવશે.'

વર્ષ 2023ના બજેટમાં નાણામંત્રીએ ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરી માટે લિથિયમ-આયન સેલના ઉત્પાદન માટે જરૂરી મશીનરીને છૂટ આપવામાં આવી હતી. કાપડ અને કૃષિ સિવાયના માલસામાન પરની લિથિયમ-આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટી 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવામાં આવી. ઈવી બેટરી પર સબસિડી બીજા વર્ષ માટે લંબાવવામાં આવી છે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે 2030 સુધીમાં દેશમાં તમામ નવા વાહનોના વેચાણમાં ઈવીને 30 ટકા ભાગ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં, કુલ વાહનોના વેચાણમાં ઈવીનો ભોગ ઘણો ઓછો છે, કારમાં લગભગ 2 ટકા અને ટુ-વ્હીલર્સમાં 5 ટકા સુધી છે.


Google NewsGoogle News