બિહારમાં હૃદયદ્રાવક ઘટના: દારૂના ડ્રમમાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોત, લોકોમાં ભારે આક્રોશ
Image: Freepik
Child Death in Bihar: બિહારના મોતિહારીમાં એક વખત ફરી દારૂના વેપારીઓના કારણે એક બાળકે જીવ ગુમાવ્યો. જિલ્લામાં ગેરકાયદેસર રીતે સંચાલિત દારૂની ભઠ્ઠીઓમાં બનેલા દારૂને સંતાડીને રાખનાર ડ્રમમાં ડૂબવાથી એક ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું. જે બાદ ત્યાં હોબાળો મચી ગયો. આને લઈને લોકોમાં ખૂબ આક્રોશ જોવામાં આવ્યો. લોકોએ આની માહિતી સુગોલી પોલીસ સ્ટેશનને આપી. જે બાદ ત્યાં પહોંચેલા સુગોલી પોલીસની ટીમે ઘટના સ્થળેથી બાળકના મૃતદેહને પોતાના કબ્જામાં લીધો.
મોતિહારીએ એસપીએ આને ગંભીરતાથી લીધું છે અને મામલાની તાત્કાલિક તપાસ અને કાર્યવાહી માટે ડીએસપીના નેતૃત્વમાં એક ટીમની રચના કરી દીધી છે. તેમણે આદેશ આપ્યો કે દારૂના વેપારી વિરુદ્ધ હત્યાનો કેસ ચલાવવામાં આવે.
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પાસે જવાબ મંગાશે, એજન્ટો પર તવાઈઃ જયશંકર
ઘટના સંબંધિત મળતી જાણકારી અનુસાર જિલ્લાના સુગોલી પોલીસ સ્ટેશનના દક્ષિણી માનસિંઘા પંચાયતના વોર્ડ નંબર પાંચમાં નદી નજીક સરસ્વતી માતાની પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું હતું. આ દરમિયાન ગ્રામીણ મોરેલાલ સહનીનો ચાર વર્ષનો પુત્ર સુજય કુમાર, ત્યાં દારૂ બનાવનાર અને સંતાડીને રખાતાં ડ્રમમાં જઈ પડ્યો અને ડૂબવાના કારણે તેનું મોત નીપજ્યું.
ઘટના બાદ ત્યાં સેંકડોની સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા અને હોબાળો શરૂ કરી દીધો. તે બાદ પહોંચેલી પોલીસે લોકોને સમજાવીને શાંત કરાવ્યા અને મૃતદેહને પોતાના કબ્જામાં લઈને મામલાની તપાસ અને આગળની કાર્યવાહીમાં કાર્યરત થઈ ગઈ. મોતિહારી એસપીએ મામલામાં આકરું વલણ અપનાવીને અને ડીએસપીના નેતૃત્વમાં એક ટીમની રચના કરી છે. તેમણે આદેશ આપ્યો કે જો આ મામલો સત્ય હોય તો દારૂ વેપારી પર હત્યાનો કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ પર પણ કાર્યવાહી થશે. હાલ આ સંબંધમાં મોતિહારી પોલીસ નિવેદન આપવાનું ટાળી રહી છે.