પંજાબમાં ૨૮ વર્ષના આરોપીને ૭૦ વર્ષની જેલની સજા, પત્ની, ભાભી અને ભત્રિજાની હત્યા કરી હતી
અદાલતે ત્રિપલ હત્યાકાંડમાં આજીવન કારાવાસની સજા કરી હતી.
જેલમાં જવું પડશે તો ૯૬ વર્ષની ઉંમર સુધી જેલમાં રહેવું પડશે
લુધિયાના,૨૨ જુલાઇ,૨૦૨૪,સોમવાર
પંજાબમાં રોપડ જિલ્લા અદાલતે ૨૮ વર્ષના આરોપીને ૭૦ વર્ષની સજા કરી છે. મેરિંડા શહેરમાં રહેતા આલમે ૩ જુન ૨૦૨૦ની રાત્રે પોતાની પત્ની કાજલ, ભાભી,જસપ્રિત અને ભત્રિજા સાહિલની કુહાડી મારીને હત્યા કરી હતી. આ મામલે રોપડ જિલ્લા અને સત્ર અદાલતે ત્રિપલ હત્યાકાંડમાં આજીવન કારાવાસની સજા કરી હતી.
એક ભત્રિજાની હત્યાના પ્રયાસ બદલ ૧૦ વર્ષ એમ મળીને કુલ ૭૦ વર્ષ જેલમાં રહેવાની સજા ફટકારી હતી.૨૮ વર્ષનો ગુનેગારને જો જેલમાં જવું પડશે તો ૯૬ વર્ષની ઉંમર સુધી જેલમાં રહેવું પડશે. આરોપી દ્વારા હત્યાનો એક જ ગુનો ગણીને સજા આપવાની વિનંતી કરી હતી જેને અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ સજા રુપનગર સેશન સજજ રમેશકુમારીએ કસૂરવાર આલમને સુણાવી હતી.
કેસની વિગત એવી છે કે કોરોના મહામારી દરમિયાન આલમને પોતાની પત્નીને અવેધ સંબંધ સંબંધ હોવાની શંકા થઇ હતી. આ શંકામાં પત્નીને મારી નાખી હતી. ત્યાર પછી તેની ભાભી અને પુત્રને પણ ખૂન કરી નાખ્યું હતું. હત્યાઓ કર્યા પછી ડિપ્રેશનમાં આવીને ઝેરી પદાર્થ ખાઇને ખુદે આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો પરંતુ હોસ્પિટલમાં દાખલ થતા બચી ગયો હતો. પોલીસ તપાસ પછી અદાલતમાં ૩ વર્ષ સુધી કેસ ચાલ્યો હતો.