જિમમાં ટ્રેડમિલ પર દોડતા-દોડતા અચાનક ઢળી પડ્યો 17 વર્ષનો યુવા, મૃત્યુ થતા પરિજનો આઘાતમાં
Chhattisgarh News : છત્તીસગઢની રાજધાની રાયપુરના એક જિમમાં આજે કસરત કરતી વખતે 17 વર્ષના સગીરનું મોત થયું છે. સગીર દરરોજ જિમ (Gym)માં કસરત કરવા આવતો હતો અને આજે તે ટ્રેડમિલ પર દોડી રહ્યા હતો, ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. આ દરમિયાન આસપાસના લોકોએ તુરંત દોડી આવી સગીરને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સગીર ટ્રેડમિલ દોડતા દોડતા બેભાન થઈ ઢળી પડ્યો
ખમતરાઈ પોલીસ સ્ટેશનના પ્રભારી એસ.એન.સિંહે કહ્યું કે, સત્યમ રાહાંગડાલનામનો 17 વર્ષનો સગીર ભનપુરીના ધનલક્ષ્મીનગરનો રહેવાસી છે. તેઓ દરરોજની જેમ આજે સવારે જિન કરવા ગયો હતો. તે જ્યારે ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો, ત્યારે અચાનક તે બેહોશ થઈ નીચે પડી ગયો હતો. ત્યારબાદ જિમનો સ્ટાફ દોડી આવ્યો હતો અને સગીરને તુરંત હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત થયું હતું.
સગીરે તાજેતરમાં જ ધો.10ની પરીક્ષા પાસ કરી હતી
પોલીસે કહ્યું કે, હાલ સગીરનું મોત કયા કારણોસર થયું, તેની માહિતી સામે આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ તેના મોતના કારણો સામે આવશે. સગીરના પિતા સુભાષ રાહાંગડાલે મસાલા વેંચવાનું કામ કરે છે. બે ભાઈઓમાંથી સત્યમ મોટો ભાઈ હતો, તેણે તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા પાસ કરી હતી.