Get The App

લોકસભા ચૂંટણીમાં 96 કરોડ નાગરિકો મતદાન કરવા યોગ્ય, જેમાં મહિલાઓ લગભગ 50 ટકા

દેશભરમાં 12 લાખથી વધુ મતદાન મથક તૈયાર કરવામાં આવશે

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીમાં 96 કરોડ નાગરિકો મતદાન કરવા યોગ્ય, જેમાં મહિલાઓ લગભગ 50 ટકા 1 - image


Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ તમામ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દીધી છે. આ વચ્ચે ભારતીય ચૂંટણી પંચે મતદારો આંકડા જાહેર કર્યા છે. ચૂંટણી પંચના અનુસાર, આગામી લોકસભા ચૂંટણીમાં 47 કરોડ મહિલાઓ સહિત 96 કરોડથી વધુ લોકો મતદાન કરવા પાત્ર છે. દેશભરમાં 12 લાખથી વધુ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. મતદાન કરવા પાત્ર 1.73 કરોડથી વધુ લોકો 18થી 19 વર્ષની વયના છે. 1.5 કરોડ મતદાન કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને મોકલવામાં આવેલા 2023ના પત્ર અનુસાર, 1951માં ભારતમાં 17.32 કરોડ નોંધાયેલા મતદારો હતા, જેની સંખ્યા 1957માં વધીને 19.37 કરોડ થઈ હતી. 2019ની સામાન્ય ચૂંટણીમાં 91.20 કરોડ મતદારો હતા. મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારોમાંથી અંદાજે 18 લાખ વિકલાંગ વ્યક્તિઓ છે. પહેલી લોકસભા ચૂંટણીમાં 45 ટકા મતદાન થયું હતું. ગત સંસદીય ચૂંટણીમાં 67 ટકા મતદાન થયું હતું.

2029 પહેલા એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી

ચૂંટણી પંચે વધારાના મતદાન મથક અને સુરક્ષા સ્ટાફની સાથે વાહનોની સંખ્યા વધારવા અને EVM માટે વધુ મજબૂત સ્ટોરેજ સુવિધાઓ પર પણ ભાર મૂક્યો છે. નવા મશીનોના પ્રોડક્શનને ધ્યાનમાં રાખીને વર્ષ 2029 પહેલા લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજી શકાય નહીં. આમ કરવા માટે બંધારણના પાંચ અનુચ્છેદમાં સુધારો કરવો પડશે.


Google NewsGoogle News