Get The App

2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ ભારતીયો કરી શકશે મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
2024ની લોકસભા ચૂંટણીમાં 97 કરોડ ભારતીયો કરી શકશે મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા 1 - image


- 100 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 2.38 લાખ

- ચૂંટણી પંચની મતદાર યાદીમાં 18 થી 29 વર્ષના બે કરોડ યુવા મતદારોનો ઉમેરો

નવી દિલ્હી : ચાલુ વર્ષે લોકસભા ચૂંટણીમાં લગભગ ૯૭ કરોડ ભારતીયો મતદાન કરી શકશે  તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે. મતદાર યાદીમાં ૧૮ થી ૨૯ વર્ષના બે કરોડ યુવા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છેલ્લે ૨૦૧૯માં થયેલ લોકસભા ચૂંટણીની સરખામણીમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં ૬ ટકાનો વધારો થયો છે.

ચૂંટણી પંચે સત્તાવર નિવેદનમાં જણાવ્યું છે કે ભારતની આગામી લોકસભા ચૂંટણી માટે ૯૬.૮૮ કરોડ રજિસ્ટર્ડ મતદારો છે. 

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ૨૦૨૩માં જેન્ડર રેશિયો ૯૪૦ હતો જે વધીને ૨૦૨૪માં ૯૪૮ થયો છે.

એક અધિકારીએ જણાવ્યું  હતું કે પંચ મતદાર યાદીના રિવિઝનમાં પારદર્શકતાની સાથે સાથે મતદાર યાદીની શુદ્ધતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પુણેમાં પત્રકાર પરિષદમાં મતદારી યાદીના રિવિઝિનમાં સામેલ વિભિન્ન કાર્યોની માહિતી આપી હતી.


Google NewsGoogle News